ફૂલ ટાંકીમાં 750Km...કિંમત ફક્ત આટલી! રોજિંદા ઉપયોગ માટે 'બેસ્ટ' બાઇક

16 July 2024

ભારતીય બજારમાં કોમ્યુટર સેગમેન્ટની બાઇકની સૌથી વધુ માંગ છે

આ સેગમેન્ટની બાઈક તેમની ઓછી કિંમત, ઓછી જાળવણી અને વધુ સારી માઈલેજ માટે ઘણી પસંદ કરવામાં આવે છે.

જો તમે પણ ઓફિસ, શોપિંગ અથવા અન્ય ઘરેલું હેતુઓ માટે રોજિંદા સવારી બાઇક શોધી રહ્યા છો, તો અમે તમારા માટે એક સસ્તી બાઇકની યાદી આ પ્રમાણે છે

કિંમત રૂપિયા 69,626: બજાજની આ બાઇકમાં 115 સીસીનું એન્જિન છે, જે 8.6 PS પાવર અને 9.81 Nm ટોર્ક જનરેટ કરે છે અને 70 kmplની માઇલેજ ધરાવતી આ બાઇક 11 લીટરની ફ્યુઅલ ટેન્ક સાથે આવે છે.

કિંમત રૂપિયા 59,881: TVS સ્પોર્ટમાં 109 cc એન્જિન છે જે 8.19 PSનો પાવર અને 8.7 Nmનો ટોર્ક જનરેટ કરે છે અને આ બાઇકમાં 70 kmplની માઇલેજ સાથે 10 લિટરની ફ્યુઅલ ટેન્ક છે.

કિંમત રૂપિયા 59,018: હીરો એચએફમાં 97.2 સીસી એન્જિન છે જે 8.02 પીએસનો પાવર અને 8.05 એનએમનો ટોર્ક જનરેટ કરે છે અને આ બાઈક 65-70 કિમી/લીટરની માઈલેજ આપે છે, તેમાં 9 લીટરની ફ્યુઅલ ટેન્ક છે.

કિંમત રૂપિયા 85,178: હીરો સુપર સ્પ્લેન્ડરમાં 124 સીસી એન્જિન છે જે 10.84 પીએસનો પાવર અને 10.6 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. કંપનીનો દાવો છે કે આ બાઇક સંપૂર્ણ ટાંકી પર 750 કિમીનું અંતર કાપશે.