25 July 2024
ભારતીય બજારમાં કોમ્યુટર સેગમેન્ટની બાઇકની સૌથી વધુ માંગ છે. ઓછી કિંમત, સારી માઈલેજ અને ઓછા મેન્ટેનન્સને કારણે લોકોને આ સેગમેન્ટની બાઈક વધુ પસંદ છે.
જૂનના છેલ્લા મહિનામાં આવી જ એક કોમ્યુટર બાઇકનું જોરદાર વેચાણ થયું છે, કંપનીએ માત્ર 30 દિવસમાં આ બાઇકના 3 લાખથી વધુ યુનિટ વેચ્યા છે.
આ સિવાય બીજી કેટલીક બાઇક પણ લોકોને પસંદ આવી છે, તો ચાલો જોઈએ જૂનમાં વેચાતી ટોપ 5 સૌથી વધુ વેચાતી મોટરસાઈકલની યાદી નીછે મુજબ છે
કિંમત રૂ. 1.2 લાખ: TVSની પ્રખ્યાત સ્પોર્ટ બાઇક રેન્જ Apache જૂનમાં પાંચમા સ્થાને છે, કંપનીએ કુલ 37,162 યુનિટ્સનું વેચાણ કર્યું છે અને સમયની સાથે આ બાઇકની માંગ ઘટી રહી છે.
કિંમત રૂ.59,998: Hero HF સિરીઝ દેશની સૌથી સસ્તી 100 cc બાઇક છે. તે જૂનમાં ચોથા સ્થાને હતું, કંપનીએ આ સમયગાળા દરમિયાન કુલ 89,941 યુનિટ્સનું વેચાણ કર્યું છે.
કિંમત રૂ.81,843: બજાજ પલ્સર ચમકવાનું ચાલુ રાખે છે. ઘણાં વિવિધ એન્જિન વિકલ્પો (125cc-400cc) સાથે આવતી આ બાઇક ત્રીજા સ્થાને છે. કુલ 1,11,101 યુનિટ્સનું વેચાણ થયું છે.
કિંમત રૂ.80,250: Honda Shine દેશમાં બીજી સૌથી વધુ વેચાતી મોટરસાઇકલ છે. કંપનીએ કુલ 1,39,587 યુનિટ્સનું વેચાણ કર્યું છે. આ બાઇક વેચાણની દ્રષ્ટિએ સતત ગતિ પકડી રહી છે.
કિંમત રૂ.76,306: હીરો સ્પ્લેન્ડર પ્લસ શ્રેણી દેશની સૌથી વધુ વેચાતી બાઇક છે, કંપનીએ આ બાઇક રેન્જના કુલ 3,05,586 યુનિટ વેચ્યા છે અને શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં આ બાઇકની ખૂબ માંગ છે.