19 june 2024
ટાટા મોટર્સ તેના વાહન પોર્ટફોલિયોને ઝડપથી વિસ્તારી રહી છે. ખાસ કરીને કંપની ઈલેક્ટ્રિક વાહનોની નવી રેન્જને લઈને ઘણી સક્રિય દેખાઈ રહી છે
ગયા વર્ષે, ઓટો એક્સ્પો દરમિયાન, ટાટા મોટર્સે હેરિયર EV ને એક કોન્સેપ્ટ તરીકે પ્રદર્શિત કર્યું હતું. જે બાદ આ SUV ના લોન્ચની ચર્ચાએ જોર પકડ્યું હતું.
હવે સમાચાર આવી રહ્યા છે કે કંપની આ ઇલેક્ટ્રિક SUVને FY-25માં લોન્ચ કરશે, એટલે કે તેને Curvv EV પછી માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે
તમને જણાવી દઈએ કે કંપની આ વર્ષે તહેવારોની સિઝનના અવસર પર Curvv EV લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે, ટાટાની આ પહેલી કાર હશે જે પેટ્રોલ-ડીઝલ, CNG અને ઇલેક્ટ્રિક પાવરટ્રેનમાં ઓફર કરવામાં આવશે.
Harrier EV વિશે વાત કરીએ તો, કંપની તેને લેટેસ્ટ acti.ev આર્કિટેક્ચર પર તૈયાર કરી રહી છે
તે તાજેતરમાં આ વર્ષે ભારત મોબિલિટી શોમાં પણ બતાવવામાં આવ્યું હતું, જે ઘણી હદ સુધી ઉત્પાદન માટે તૈયાર મોડલ લાગતું હતું
તેનો દેખાવ અને ડિઝાઇન મોટાભાગે રેગ્યુલર હેરિયર મોડલ જેવી જ છે. જો કે તેની ગ્રીલ અને બોનેટ વગેરેમાં થોડો ફેરફાર કરવામાં આવશે
આ સિસ્ટમની મદદથી અન્ય ઈલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા ઉપરાંત કારની બેટરીથી અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ અને ઉપકરણોને પણ પાવર આપી શકાય છે
જો કે, કંપનીએ હજુ સુધી આ SUVના ઇલેક્ટ્રિક મોટર અને બેટરી પેક વિશે કોઈ માહિતી શેર કરી નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે આ SUV સિંગલ ચાર્જ પર 500 કિમીની રેન્જ આપી શકે છે