airel 02

Airtelનો જોરદારનો પ્લાનઃ એક રિચાર્જમાં ચાલશે 4 લોકોના ફોન

image
bharti airtel stock plunges over 4 heres why

એરટેલના પોર્ટફોલિયોમાં તમને ઘણા રિચાર્જ પ્લાન્સના ઓપ્શન મળે છે. કંપની સસ્તા-મોંઘા ઘણા ઓપ્શન આપે છે. કંપની કેટલાક ખાસ પ્લાન્સ પણ ઓફર કરે છે.

airtel 01

કંપની પ્રીપેડ અને પોસ્ટપેડ બંને પ્રકારના પ્લાન ઓફર કરે છે. જો તમે ફેમેલી પ્લાન લેવાનું વિચારી રહ્યા છો, તો કંપનીનો આ પ્લાન તમે ટ્રાય કરી શકો છો.

airel 03

જો તમે ચાર લોકો માટે એક પ્લાન લેવાનું વિચારી રહ્યા છો, તો કંપનીના પોર્ટફોલિયોમાં બે પોસ્ટપેડ પ્લાન ઉપલબ્ધ છે. તમને 1199 રૂપિયા અને 1399 રૂપિયાનો પ્લાન મળશે.

તમે 1199 રૂપિયાનો પ્લાન ટ્રાય કરી શકો છો. આ રિચાર્જ પ્લાનમાં તમે ત્રણ કનેક્શનને જોડી શકો છો. એટલે કે 1199 રૂપિયામાં એક મહિના માટે કુલ ચાર લોકો પોતાનું કનેક્શન એક્ટિવ રાખી શકશે.

આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કોલ્સ (લોકલ+STD+રોમિંગ) મળે છે. આ સિવાય તમને ડેટા અને SMS બેનિફિટ્સ મળશે.

આમાં યુઝર્સને કુલ 190GB મંથલી ડેટા મળે છે. તેમાં 100GB ડેટા પ્રાઈમરી કનેક્શનના અને 30GB તમામ એડિશનલ કસ્ટમર્સને મળશે.

આ સિવાય 200GBનો ડેટા રોલઓવર મળે છે. સાથે જ દરરોજ 100 SMS મળશે. સાથે જ કંપની OTT પ્લેટફોર્મ્સનું પણ એક્સેસ આપી રહી છે.

આ રિચાર્જ પ્લાનની સાથે Amazon Primeની 6 મહિનાની મેમ્બરશિપ મળે છે. આ સિવાય  Disney + Hotstar Mobile નું એક વર્ષનું એક્સેસ મળે છે.

Airtel Xstream Play, Wynk Premium નું એક્સેસ મળે છે. આ માટે યુઝર્સે કોઈ વધારાનો ચાર્જ આપવો પડશે નહીં.