840 560

Apple iPhone 13, 14 અને 15ના ધડામ કરતા ઘટ્યા ભાવ

image
iPhone 15 colores

જો તમે પણ આઈફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ એકદમ બેસ્ટ સમય છે. કારણ કે Apple iPhone ના ભાવમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

iPhone 15 Pro review 10

iPhone 15 ફ્લિપકાર્ટ પર અત્યાર સુધીની સૌથી ઓછી કિંમત પર લિસ્ટેડ છે.  ફોનનું 128GB મોડલ, જેની વાસ્તવિક કિંમત 79,900 રૂપિયા છે, તે હવે ઘટીને 65,000 રૂપિયા થઈ ગઈ છે.

Screenshot 2024 04 21 121103

ફ્લિપકાર્ટ પર 128GB સ્ટોરેજ સાથે iPhone 15 હાલ 65,999 રૂપિયામાં કોઈ ઓફરની સાથે ખરીદવા માટે ઉપલબ્દ છે. કંપની આ ફોન પર 11,904 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે.

આ સિવાય ફ્લિપકાર્ટ તમારા જૂના iPhoneના એક્સચેન્જ પર 50,000 રૂપિયા સુધીની ઑફર કરી રહ્યું છે પરંતુ આ વેલ્યૂ તમારા જૂના ફોન પર નિર્ભર છે, જેથી તમે આ ડીલને શાનદાર બનાવી શકો છો.

લેટેસ્ટ આઇફોન સિવાય કંપની જૂના iPhone મોડલ પર પણ ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે. iPhone 14 અને 13ની કિંમતોમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.

Appleનો iPhone 14 પણ હાલમાં ફ્લિપકાર્ટ પર રૂ.10,901ના ડિસ્કાઉન્ટ સાથે રૂ.58,999માં ખરીદવા માટે ઉપલબ્ધ છે. જ્યારે iPhone 13 હાલમાં માત્ર 52,999 રૂપિયામાં ઉપલબ્ધ છે.

આવી સ્થિતિમાં, ઘણા લોકોના મનમાં મૂંઝવણ છે કે iPhone 14 લેવો કે 13 લેવો. તો અમે તમને જણાવી દઈએ કે જો તમારે 14 કે 13 વચ્ચે પસંદગી કરવી હોય તો 13 શ્રેષ્ઠ વિકલ્પ છે, કારણ કે બંને ફોન ફિચર્સ અને ડિઝાઈનની દ્રષ્ટિએ લગભગ સમાન છે.