Airtelનું સિમકાર્ડ એક્ટિવ રાખવા કેટલાનું કરાવવું પડશે રિચાર્જ?

તમને એરટેલના પોર્ટફોલિયોમાં ઘણા રિચાર્જ પ્લાન મળે છે. તાજેતરમાં કંપનીએ તેના પ્લાનની કિંમતોમાં ફેરફાર કર્યો છે.

આ પછી ટેલિકોમ સર્વિસિસનો ઉપયોગ મોંઘો થઈ ગયો છે. કંપનીએ તેના મિનિમમ રિચાર્જ પ્લાનની કિંમતમાં વધારો કર્યો છે.

હવે તમારે આ માટે 199 રૂપિયા ખર્ચવા પડશે. 199 રૂપિયામાં તમારું એરટેલ સિમ કાર્ડ 28 દિવસ સુધી એક્ટિવ રહેશે.

આ રિચાર્જ પ્લાનમાં તમને ટેલિકોમ સર્વિસિસ પણ મળશે. આ પ્લાનમાં કોલિંગ, ડેટા અને SMS ત્રણેય બેનિફિટ્સ મળે છે. 

એરટેલના 199 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને 2GB ડેટા, અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMS મળશે.

આ સિવાય કંપની ફ્રી હેલો ટ્યુનનો એક્સેસ આપી રહી છે. યુઝર્સ Wynk Musicનું ફ્રી એક્સેસ પણ મેળવી શકે છે.

તમને જણાવી દઈએ કે, ટેલિકોમ કંપનીઓએ ઘણા સમય પહેલા લાઈફટાઈમ ફ્રી સર્વિસ  સર્વિસ હટાવી દીધી છે. આ પછી ગ્રાહકોએ તેમના સિમને એક્ટિવ રાખવા માટે રિચાર્જ કરાવવું પડે છે.

આને મિનિમમ રિચાર્જ પ્લાન કહેવામાં આવે છે. જો તમે રિચાર્જ નહીં કરો તો તમારું સિમકાર્ડ ડિએક્ટિવ કરી દેવામાં આવશે.