Bajaj બાદ હવે વધુ એક કંપની લાવશે CNG સ્કૂટર, જાણો કેટલી હશે કિંમત?

દેશની મુખ્ય ટુ-વ્હીલર નિર્માતા કંપની બજાજ ઓટોએ પાછલા દિવસોમાં દુનિયાની પહેલી CNG બાઈક લોન્ચ કરી હતી.

હવે બજાજના રસ્તે વધુ એક દિગ્ગજ ટુ-વ્હીલર કંપની માર્કેટમાં CNG ટુ-વ્હીલર ઉતારવા જઈ રહી છે.

રિપોર્ટ્સ મુજબ, TVS મોટર્સ દેશમાં પહેલું CNG સ્કૂટર લોન્ચ કરી શકે છે. સંભાવના છે કે આ સ્કૂટર Jupiterનું CNG વેરિએન્ટ હશે.

કહેવાઈ રહ્યું છે કે, TVS મોટર્સ લાંબા સમયથી અલગ-અલગ વેકલ્પિક ફ્યૂલ ટેકનોલોજી પર કામ કરી રહ્યું છે.

કંપનીએ CNG પાવરટ્રેન ડેવલપ પણ કરી લીધું છે, તેનો ઉપયોગ કંપની પોતાના બેસ્ટ સેલિંગ સ્કૂટર Jupiterમાં કરશે.

રિપોર્ટ મુજબ, આ Jupiterનું CNG વેરિએન્ટ વર્તમાન પેટ્રોલ મોડલના મુકાબલે થોડું મોઘું હોઈ શકે છે.

ખાસ છે કે, હોન્ડા એક્ટિવા બાદ TVS Jupiter દેશનું બીજું બેસ્ટ સેલિંગ સ્કૂટર છે, જો તે CNGમાં આવશે તો તેની ડિમાન્ડ વધી જશે.