17071562073847

YouTube પર એન્ટ્રી કરતા જ 1 કલાકમાં રોનાલ્ડોએ બનાવ્યો 'મહારેકોર્ડ'

image
cristiano ronaldo depophotos 1926118

જાણીતા ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ YouTube ચેનલ શરૂ કરીને તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે

images 3

પ્રથમ 90 મિનિટમાં જ તેમની યુટ્યુબ ચેનલે 1 મિલિયન (10 લાખ) સબસ્ક્રાઇબર્સનો આંકડો પાર કરી લીધો.

ronaldo cristiano 2017 real madrid ballon d or 2016 0026751808hjpg 1698686328 120749

આ અત્યાર સુધીની કોઈપણ નવી YouTube ચેનલ દ્વારા હાંસલ કરવામાં આવેલો સૌથી ઝડપી આંકડો છે.

તો 22મી ઓગસ્ટના રોજ સવારે 10.30 વાગ્યા સુધીમાં રોનાલ્ડોએ યુટ્યુબ પર 1 કરોડ 33 લાખ સબસ્ક્રાઈબર પૂરા કર્યા છે.

લિયોનેલ મેસ્સી, જેમની સાથે રોનાલ્ડોની હરીપાઈ ફૂટબોલના મેદાન પર જગજાહેર છે. તેમના અત્યાર સુધીમાં લગભગ 23 લાખ યુટ્યુબ સબસ્ક્રાઈબર્સ છે.

જોકે, મેસ્સીએ 1 સપ્ટેમ્બર, 2021થી અત્યાર સુધીમાં તેમની ચેનલ પર માત્ર એક જ વીડિયો પોસ્ટ કર્યો છે. જ્યારે રોનાલ્ડોએ 19 વીડિયો સાથે ચેનલની શરૂ કરી.

રોનાલ્ડોની ચેનલ ભલે ઝડપથી વધી રહી હોય, પરંતુ યુટ્યુબ પર સૌથી વધારે સબ્સ્ક્રાઇબર્સની દ્રષ્ટિએ મિસ્ટર બીસ્ટ (31.1 કરોડ સબ્સ્ક્રાઇબર્સ) સૌથી આગળ છે.

39 વર્ષીય રોનાલ્ડો તેમના શાનદાર ફુટબોલ કરિયરના અંતની નજીક છે. જેમાં તેમણે ઈગ્લેન્ડ, સ્પેન અને ઈટલીમાં સાત લીગ ખિતાબ જીત્યા છે, તેમના નામે પાંચ બેલન ડી અને પુરસ્કાર પણ છે.

તેમણે જુલાઈમાં કહ્યું હતું કે યરો 2024 પુર્તગાલની સાથે તેમનો છેલ્લો ટુર્નામેન્ટ હશે, પરંતુ તેમણે એવું નથી જણાવ્યું કે તેઓ 2026 વર્લ્ડ કપમાં તેમના દેશનું પ્રતિનિધિત્વ કરશે કે નહીં.