7 Aug 2024
ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટ પેરિસ 2024 ઓલિમ્પિકમાં મહિલાઓની ફ્રી સ્ટાઇલ 50 કિગ્રા કુસ્તીની ફાઇનલમાં પહોંચી હતી.
ફાઈનલ મેચ પહેલા સમાચાર સામે આવ્યા છે કે વિનેશ ફોગાટને ફાઈનલ મેચ માટે અયોગ્ય જાહેર કરવામાં આવી છે કારણ કે તેનું વજન 100 ગ્રામ 50 કિલોથી વધુ હોવાનું જાણવા મળ્યું છે.
વિનેશ 50 કિગ્રા કેટેગરીમાં રમી રહી છે પરંતુ ફાઈનલ બાદ તેનું વજન કેટલાક ગ્રામ વધી ગયું હોવાનું જાણવા મળ્યું છે.
સેમી ફાઈનલ મેચ જીત્યા બાદ એવું કહેવાય છે કે વિનેશે પોતાના વજનને કાબૂમાં રાખવા માટે તમામ શક્ય પ્રયાસો કર્યા હતા. તેણે ઓછી કેલરીનો વપરાશ કરીને, સાઇકલ ચલાવી, સ્કિપિંગ કર્યું. એટલું જ નહીં આ ખેલાડીએ પોતાના વાળ અને નખ પણ કાપી નાખ્યા.
તેના શરીરમાંથી પાણીનું વજન ઓછું કરવા માટે, વિનેશે લાંબા સમય સુધી પાણી પીધું ન હતું, જેથી તેના શરીરમાં પાણી જળવાઈ ન રહે.
એટલું જ નહીં મળતી માહિતી અનુસાર, ખેલાડીએ તેનું લોહી પણ કાઢ્યું પરંતુ તેમ છતાં તે માત્ર 50 કિલો, 150 ગ્રામ સુધી જ પહોંચી શકી
દીપક પુનિયાએ પણ 2020 માં રોમ રેન્કિંગ સિરીઝમાં તેની મેચના એક દિવસ પહેલા 5 કિલો વજન ઘટાડવું પડ્યું હતું. તેના શરીરમાંનું બધું પાણી જતું રહ્યું હતું અને ડિહાઈડ્રેશનને કારણે તેના સ્નાયુઓમાં ખેંચાણ થવા લાગી હતી.
ટોક્યો ઓલિમ્પિકમાં 57 કિલોગ્રામ વર્ગમાં કુસ્તી કરનાર રવિ દહિયાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'ખરી પડકાર સ્પર્ધાના દિવસે નહીં પરંતુ એક દિવસ પહેલા શરૂ થાય છે.'