ગંભીર સાથે લડીને શ્રીસંતને મોટું 'નુકસાન', કમિશનરે પકડાવી નોટિસ!

ગૌતમ ગંભીર અને શ્રીસંતની લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં શાબ્દિક બોલાચાલી મામલે મોટું અપડેટ સામે આવ્યું છે. 

આ મામલે લીગના કમિશનર શ્રીસંતને લીગલ નોટિસ પકડાવી છે. નોટિસમાં શ્રીસંતે કોન્ટ્રાક્ટની શરતોનું ઉલ્લંઘન કર્યાનું કહેવાયું છે.

નોટિસમાં એવો પણ ઉલ્લેખ છે કે, શ્રીસંત સાથે વાત ત્યારે જ થશે જ્યારે તે ગંભીરની ટિકા કરતા વીડિયો હટાવી લેશે.

તો અમ્પાયર્સના રિપોર્ટમાં તે શબ્દ (ફિક્સર-ફિક્સર)નો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

સુરતમાં રમાતી લિજેન્ડ્સ લીગ ક્રિકટમાં 6 ડિસેમ્બરે ગુજરાત જાયન્ટ્સ અને ઈન્ડિયા કેપિટલ્સની મેચમાં આ તકરાર થઈ હતી.

કેપિટલ્સથી રમતા ગૌતમ ગંભીર અને ગુજરાતથી રમતા શ્રીસંતની લડાઈ સોશિયલ મીડિયા સુધી પહોંચી ગઈ હતી.

શ્રીસંતે વીડિયો લાઈવ કરીને કહ્યું હતું કે ગંભીરે તેને ફિક્સર-ફિક્સર કહ્યું હતું.

બોલિવૂડ એક્ટ્રેસને પણ ટક્કર મારે તેવી બ્યૂટિફૂલ છે આંદ્રે રસેલની પત્ની, ફોટો જોઈને ફેન બની જશો

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો