Rohit Sharma કેમ થયો ભાવુક? મેદાનમાં રડતો વીડિયો વાયરલ

7 MAY 2024

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સ (MI)ના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માનો એક ઈમોશનલ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં રોહિત ડ્રેસિંગ રૂમમાં રડતો જોવા મળી રહ્યો છે. સ્પષ્ટ દેખાય છે કે રોહિત એકલો બેઠો છે અને આંખો બંધ કરીને રડી રહ્યો છે.

રોહિતની આંખો ભીની દેખાતી હતી. આ પછી તે આંસુ લૂછતો પણ જોવા મળ્યો હતો. આ ઘટના સોમવારે મુંબઈ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ દરમિયાન બની હતી.

રોહિત આ મેચમાં ફ્લોપ રહ્યો હતો અને 5 બોલમાં 4 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી જ તેનો આ વીડિયો સામે આવ્યો, જેણે ફેન્સને ચોંકાવી દીધા.

રોહિતની આંખો ભીની દેખાતી હતી. આ પછી તે આંસુ લૂછતો પણ જોવા મળ્યો હતો. આ ઘટના સોમવારે મુંબઈ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ દરમિયાન બની હતી.

આ મેચમાં મુંબઈએ 31 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી સૂર્યકુમાર યાદવે અણનમ 102 રન ફટકારીને પોતાની ટીમને 7 વિકેટે જીત અપાવી હતી.

તમને જણાવી દઈએ કે IPLની આ સિઝન પહેલા જ રોહિતને મુંબઈની કેપ્ટન્સીથી હટાવી દેવામાં આવ્યો હતો. તેની જગ્યાએ હાર્દિક પંડ્યાને કમાન સોંપવામાં આવી છે.

રોહિતે આ સિઝનની પ્રથમ 7 ઇનિંગ્સમાં 297 રન બનાવ્યા હતા. જેમાં 105 રનની ઇનિંગ પણ હતી. પરંતુ આ પછી તે આગામી 4 મેચમાં માત્ર 34 રન જ બનાવી શક્યો.