VIDEO: ફાઈનલમાં પહોંચતા જ રડ્યો Rohit Sharma, કોહલીએ કરાવ્યો શાંત

28 June 2024

ભારતીય ક્રિકેટ ટીમે ICC T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે

ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં 27 જૂનના રોજ રમાયેલી સેમિફાઇનલ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 68 રનથી હરાવ્યું હતું

સેમીફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડને જીતવા માટે 172 રનનો ટાર્ગેટ હતો, પરંતુ તેની આખી ટીમ 16.4 ઓવરમાં 103 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી

આ મેચ જીત્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્મા ભાવુક થઈ ગયો હતો, વિરાટ કોહલીએ શાંત કરાવ્યો હતો

રોહિતે આ મેચમાં કેપ્ટનશિપની ઇનિંગ રમી હતી અને માત્ર 39 બોલમાં 57 રન બનાવીને ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી

રોહિત-સૂર્યા બાદ અક્ષર-કુલદીપની બોલિંગે ઇંગ્લિશ ટીમને ઢેર કરી દીધી હતી  

હવે ફાઈનલ મેચમાં ભારતનો સામનો દક્ષિણ આફ્રિકા સામે થશે, જેણે અફઘાનિસ્તાનને 9 વિકેટે હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી

T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ 29 જૂને બ્રિજટાઉન (બાર્બાડોસ)માં રમાશે, ભારતે 2007માં પ્રથમ વખત આ વર્લ્ડ કપ જીત્યો હતો