રવિન્દ્ર જાડેજા માતાને યાદ કરીને થયા ભાવુક, ફેન્સે કહ્યું- પિતાને પણ...

T20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ રવિન્દ્ર જાડેજાએ ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટને અલવિદા કહ્યું હતું.

T20 વર્લ્ડ કપ 2024ની 8 મેચોની 5 ઈનિંગ્સમાં 'સર' જાડેજાએ 11.66ની એવરેજ અને 159.09ની સ્ટ્રાઇક રેટથી 35 રન બનાવ્યા. બોલિંગમાં તેમણે માત્ર 1 વિકેટ લીધી હતી.

હવે એવી આશા છે કે જાડેજા શ્રીલંકા સામેની વનડે સિરીઝમાં રમતા જોવા મળી શકે છે. આ દરમિયાન તેમની એક પોસ્ટ ચર્ચામાં છે.

આ પોસ્ટમાં રવિન્દ્ર જાડેજાએ તેમના દિવંગત માતા લતા જાડેજાને યાદ કરીને લખ્યું- Whatever i’m doing on the field.. it’s a tribute to you❤️ #માં

રવિન્દ્ર જાડેજાના માતા લતા જાડેજાનું 2005માં નિધન થયું હતું, ત્યારે તેઓ માત્ર 17 વર્ષના હતા અને તેઓ ભારતની અંડર-19 ક્રિકેટ ટીમનો ભાગ હતા, જેણે 2008માં વિરાટ કોહલીના નેતૃત્વમાં અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.

આ પોસ્ટને જોઈને ઘણા ફેન્સે પણ રિએક્શન આપ્યા. તો ઘણા ફેન્સ જાડેજાનો આ અંદાજ જોઈને ઈમ્પ્રેસ થઈ ગયા. 

તો કેટલાક ફેન્સે જાડેજાને સલાહ આપતા લખ્યું કે ક્યારેક પિતા  અને બહેનની સાથે પણ ફોટો પોસ્ટ કરો.

નોંધનીય છે કે રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ સિંહે આ વર્ષની શરૂઆતમાં એક ઈન્ટવ્યુમાં દીકરા અને વહુ (રિવાબા જાડેજા) પર ગંભીર આરોપ લગાવ્યા હતા. જાડેજાએ ત્યારે આ ઈન્ટવ્યુમાં કહેલી વાતને ફગાવી દીધી હતી. 

35 વર્ષના જાડેજાના કરિયરની વાત કરીએ તો તેમણે 74 ટી20 મેચોમાં 54 વિકેટ લીધી અને 515 રન બનાવ્યા

તો 72 ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજાના નામે 3036 રન અને 294 વિકેટ છે. જાડેજાએ 197 વનડે મેચમાં 2756 રન બનાવ્યા છે, જ્યારે 220 વિકેટ લીધી છે.