jaddu 3

રોમાંચક છે રવિન્દ્ર જાડેજાની લવ સ્ટોરી, આ રીતે થઈ હતી રિવાબા સાથે મુલાકાત

Credit: સો. મીડિયા

image
jaddu 1

ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પર તેના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ ગંભીર આરોપ લગાવ્યા છે.

jaddu 2

પિતાનું ઈન્ટરવ્યૂ વાઈરલ થતા જ જાડેજાએ પણ પ્રતિક્રિયા આપી અને પત્ની રિવાબાને ખુલીને સપોર્ટ કર્યો છે.

jaddu 4

જાડેજા અને રિવાબા હંમેશા એકબીજાને સપોર્ટ કરે છે અને બંનેની લવસ્ટોરી પણ ખૂબ જ રસપ્રદ છે.

રવિન્દ્રની રિવાબા સાથે પહેલી મુલાકાત એક પાર્ટીમાં થઈ હતી. આ મુલાકાત નયનાબાના કારણે થઈ હતી, જે રિવાબાની સારી મિત્ર હતી.

જાડેજા-રિવાબા આ મુલાકાતમાં મિત્ર બન્યા અને બંને મિત્રતા પ્રેમમાં પરિણમી અને બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા.

લાંબા સમય સુધી ડેટિંગ બાદ જાડેજા-રિવાબાએ 2016માં સગાઈ કરી લીધી. જાડેજાએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી આ જાણકારી આપી હતી.

સગાઈના થોડા દિવસ બાદ જાડેજાએ એપ્રિલ 2016માં રાજકોટની હોટલમાં રિવાબા સાથે લગ્ન કર્યા હતા.

રિવાબાના પિતાએ જમાઈને ગિફ્ટમાં ઓડી કાર આપી હતી, જેમાં બેસીને રિવાબા સાસરે આવ્યા હતા.

રિવાબાએ રાજકોટથી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો, હાલમાં તે જામનગર નોર્થથી BJPના ધારાસભ્ય છે.