43 વર્ષનો થયો ‘MAHI’... Thala ના આ 7 રેકોર્ડ તોડવા અશક્ય!

7 July 2024

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આજે (7 જુલાઈ 2024) 43 વર્ષના થઈ ગયા છે. 'કેપ્ટન કૂલ'નો જન્મ રાંચીમાં થયો હતો.

ધોનીના નામે 3 ICC ટ્રોફી છે (2007 T20 વર્લ્ડ કપ, 2011 વર્લ્ડ કપ, 2013 ચેમ્પિયન્સ ટ્રોફી), તે આવું કરનાર એકમાત્ર ભારતીય કેપ્ટન છે.

તેના નામે 5 IPL ટ્રોફી જીતવાનો રેકોર્ડ છે, આ રેકોર્ડમાં તે રોહિત શર્મા સાથે સંયુક્ત દાવેદાર છે.

ધોની એકમાત્ર એવો કેપ્ટન છે જેણે 60 ટેસ્ટ, 200 વનડે અને 72 ટી-20માં વિકેટ કીપિંગ કરી છે, તેની પાસે આ રેકોર્ડ અલગ-અલગ ફોર્મેટમાં છે.

એક ODI મેચમાં વિકેટકીપર તરીકે સૌથી વધુ રન (અણનમ 183) બનાવવાનો રેકોર્ડ ધોનીના નામે છે.

માહીએ 31 ઓક્ટોબર 2005 ના રોજ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં શ્રીલંકા સામે રમતી વખતે આ રેકોર્ડ બનાવ્યો હતો.

માહીએ તેની T20I કારકિર્દીની 98 મેચમાં 91 વિકેટ લીધી હતી. તેમાં 34 સ્ટમ્પ છે. જે વિકેટકીપર તરીકે સૌથી વધુ છે.

ધોનીએ તમામ ફોર્મેટ સહિત 538 મેચોમાં 195 સ્ટમ્પિંગ કર્યા, જે સૌથી વધુ છે

આ સિવાય તેણે Test+ODI+T20 ઈન્ટરનેશનલ સહિત કુલ 332 મેચોમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી હતી. જે કેપ્ટન તરીકે સૌથી વધુ છે.

આ 332 મેચોમાંથી ધોનીએ 178 મેચ જીતી અને 120માં હારનો સામનો કરવો પડ્યો. 6 મેચ ટાઈ અને 15 ડ્રો રહી હતી.

માહીએ ટીમ ઈન્ડિયા માટે 90 ટેસ્ટમાં 4876 રન, 350 વનડેમાં 10773 રન અને 98 ટી20માં 1617 રન બનાવ્યા છે.

તેણે 264 IPL મેચમાં 5243 રન બનાવ્યા છે. જેમાં 152 કેચ અને 42 સ્ટમ્પ પણ સામેલ છે.