Screenshot 2024 08 13 175037

મનુ ભાકર-નીરજ ચોપરા કરશે લગ્ન? વાયરલ વીડિયો બાદ શૂટરના પિતાએ જુઓ શું કહ્યું

13 Aug 2024

image
Screenshot 2024 08 13 175052

ભારતીય એથ્લેટ્સ નીરજ ચોપરા અને મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક 2024માં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

Screenshot 2024 08 13 175106

શૂટર મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ જીત્યો હતો. ત્યારબાદ તેણે ટીમ ઈવેન્ટમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

Screenshot 2024 08 13 175116

બીજી તરફ નીરજ ચોપરાએ મેન્સ જેવલિન થ્રોમાં સિલ્વર મેડલ જીત્યો હતો. અરશદ નદીમે આ ઈવેન્ટનો ગોલ્ડ જીત્યો હતો.

આ દરમિયાન નીરજ અને મનુનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં બંને ગેમ્સ વિલેજમાં એકબીજા સાથે વાત કરતા જોવા મળ્યા હતા.

અન્ય એક વીડિયોમાં મનુની માતા સુમેધા ભાકર નીરજ ચોપરા સાથે વાત કરતી જોવા મળી હતી. આ દરમિયાન સુમેધા નીરજને કોઈ વાતના સોગંદ લેવડાવતી હોય તેવી વાતો ચર્ચામાં આવી રહી છે.

આ બે વીડિયો સામે આવ્યા બાદ મીમ્સ અને અટકળોનો દોર શરૂ થયો હતો. ચાહકોએ ત્યાં સુધી લખ્યું કે તેમના સંબંધોની પુષ્ટિ થઈ ગઈ છે.

હવે મનુના પિતાએ આ સમગ્ર મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે.

કિશન ભાકરે દૈનિક ભાસ્કરને જણાવ્યું કે, 'મનુ હજુ ઘણી નાની છે. તેણી લગ્નની ઉંમરની પણ નથી. હજુ સુધી તેના વિશે વિચાર્યું પણ નથી. મનુની માતા નીરજને પોતાના પુત્ર જેવો માને છે.

નીરજના લગ્નની અફવાઓ પર તેના કાકાએ કહ્યું, 'નીરજ જે રીતે મેડલ લાવ્યો તેનાથી આખા દેશને તેની ખબર પડી ગઈ. એ જ રીતે જ્યારે તેઓ લગ્ન કરશે ત્યારે બધાને ખબર પડી જશે.