2 મેડલ જીતનાર મનુ ભાકર 'ફેશન ગેમ'માં પણ આગળ, PHOTOS

30 July 2024

મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્તોલ શૂટિંગ અને મિક્સ્ડ ડબલ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

હરિયાણાના ઝજ્જરના વતની, મનુનો જન્મ 18 ફેબ્રુઆરી 2002ના રોજ થયો હતો, તેણી હાલમાં 22 વર્ષની છે.

વાંચન સિવાય મનુને યોગ અને ઘોડેસવારી પણ પસંદ છે, ઈન્સ્ટાગ્રામ પર મનુની ફેન ફોલોઈંગ સતત વધી રહી છે. તે ઈન્સ્ટાગ્રામ પર પણ ખૂબ એક્ટિવ છે.

ગેમ રમવાની સાથે મનુ ફેશન ગેમમાં પણ આગળ છે, તે દેશી કે વેસ્ટર્ન બંને આઉટફિટમાં ખૂબ જ ક્યૂટ લાગે છે.

આ ફોટોમાં મનુનો સ્પોર્ટી લુક સામે આવ્યો છે, તેણે બ્લેક લેગિંગ્સ સાથે આછા જાંબલી રંગનું ફુલ ટી-શર્ટ પહેર્યું છે.

આ ફોટામાં મનુએ ડેનિમ શોર્ટ્સ સાથે ફુલ સ્લીવ્ઝ સફેદ પ્રિન્ટેડ ટોપ પહેર્યું છે. તેના વાળ ખુલ્લા રાખવામાં આવ્યા છે અને તેણે લાંબા બૂટ પહેર્યા છે.

આ ફોટોમાં મનુ તેની માતા સાથે જોવા મળી રહી છે, તેણીએ ગુલાબી રંગનો ઘૂંટણની લંબાઈનો મીની બોડીકોન ડ્રેસ પહેર્યો છે અને તેના પર કાળું જેકેટ પહેર્યું છે.

મનુનો આ ફોટો શિયાળાની સીઝનનો છે. આમાં તેણે વૂલન હાઈ નેક ફુલ સ્લીવ્ઝ ટોપ સાથે બ્રાઉન કલરનું મિની સ્કર્ટ પહેર્યું છે.

આ ફોટામાં મનુએ લાઇટ પિસ્તા કલરનો સ્ટ્રેપી લોંગ મિડી ડ્રેસ પહેર્યો છે. સાથે એક નાનું પર્સ પણ રાખ્યું.

આ ફોટામાં મનુએ લાલ-સફેદ સ્વેટશર્ટ સાથે બ્લેક જીન્સ પહેર્યું છે અને બ્લુ સાઇડ બેગ છે.