16 APR 2024
બાંગ્લાદેશનો ફાસ્ટ બોલર મુસ્તાફિઝુર રહેમાન IPL 2024 માં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી રહ્યો છે.
પરંતુ રહેમાન 1 મે સુધી ટીમ માટે ઉપલબ્ધ છે, તેથી ટૂર્નામેન્ટની મધ્યમાં ધોનીની ચેન્નાઈ માટે આ એક ફટકો હશે.
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ ફાસ્ટ બોલરનું NOC એક દિવસ માટે લંબાવ્યું છે, જેનો અર્થ છે કે તે પંજાબ કિંગ્સ સામેની મેચ માટે ઉપલબ્ધ રહેશે.
મુસ્તાફિઝુર રહેમાન હવે 23 એપ્રિલે લખનૌ સુપર જાયન્ટ્સ સામે, 28 એપ્રિલે સનરાઇઝર્સ હૈદરાબાદ અને 1 મેના રોજ પંજાબ કિંગ્સ સામે CSKની મેચો માટે ઉપલબ્ધ છે
આ પછી તે ઝિમ્બાબ્વે સામે 3 થી 12 મે સુધી ઘરેલું T20I શ્રેણી માટે બાંગ્લાદેશ માટે ઉપલબ્ધ રહેશે, ત્યારબાદ તે 21 મેથી ટેક્સાસમાં યુએસએ સામે T20I શ્રેણી રમશે.
BCBના ડેપ્યુટી શહરયાર નફીસે કહ્યું, 'અમે મુસ્તાફિઝુરને IPLમાં રમવા માટે 30 એપ્રિલ સુધી રજા આપી હતી, કારણ કે ચેન્નાઈમાં મેચ 1 મેના રોજ છે, તેથી અમે ચેન્નાઈ અને BCCI તરફથી વિનંતી મળ્યા બાદ તેની રજા એક દિવસ વધારી દીધી છે
આ આઈપીએલમાં મુસ્તાફિઝુર રહેમાનનું પ્રદર્શન જોરદાર રહ્યું છે
IPLની શરૂઆતની મેચમાં તેણે 4 ઓવરમાં 29 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. તે પ્રથમ મેચમાં 'પ્લેયર ઓફ ધ મેચ' રહ્યો હતો
જ્યારે રહેમાને હાલમાં (16મી એપ્રિલ સુધી) 5 મેચમાં 10 વિકેટ લીધી છે. ચેન્નાઈને તેની બોલિંગથી ઘણી મદદ મળી રહી છે