4 APR 2024
Credit: Twitter
કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતે શાનદાર બેટિંગ કરી હતી.
રિષભ પંતે માત્ર 25 બોલમાં 55 રન બનાવ્યા જેમાં ચાર ચોગ્ગા અને પાંચ છગ્ગાનો સમાવેશ થાય છે.
આ તોફાની ઇનિંગ દરમિયાન રિષભ પંતે વેંકટેશ ઐયરની ઓવરમાં નો-લુક સિક્સર ફટકારી હતી
કોલકાતા નાઈટ રાઈડર્સના કો-ઓનર શાહરૂખ ખાન પણ આ શોટ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
શાહરુખ ખાને ઉભા થઈને તાળીઓ પાડી, જે વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે
વર્તમાન IPLમાં રિષભની આ બીજી અડધી સદી હતી, આ પહેલા તેણે CSK સામે 51 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી
30 ડિસેમ્બર, 2022 ના રોજ ઉત્તરાખંડના રૂરકી પાસે એક જીવલેણ માર્ગ અકસ્માત બાદ રિષભ પંત ક્રિકેટથી દૂર થઈ ગયો હતો
જોકે આ મેચ KKR એ 106 રનથી જીત હતી અને તેમણે IPL માં સતત ત્રીજી જીત હાંસલ કરી