આ ઈન્ટરનેશનલ ખેલાડીએ મેદાનમાં મચાવ્યું તોફાન... 43 બોલમાં 193 રન બનાવ્યા

સ્પેન માટે ઈન્ટરનેશનલ ક્રિકેટ રમતા હમજા સલીમ ડારે ઈતિહાસ રચી નાખ્યો છે.

હમજા યુરોપિયન ક્રિકેટ સીરિઝ (ECS) ટી10 લીગમાં ધમાકેદાર પ્રદરશન કરતા માત્ર 24 બોલમાં સદી ફટકારી દીધી.

હમજાએ 43 બોલમાં અણનમ 193 રન બનાવ્યા, જેમાં 22 છગ્ગા અને 14 ચોગ્ગા સામેલ છે.

T10 ક્રિકેટમાં કોઈપણ બેટ્સમેનનો આ હાઈએસ્ટ સ્કોર છે.

હમજાએ આ ઈનિંગ્સમાં 9મી ઓવરમાં મોહમ્મદ વારિસને સતત 6 બોલમાં 6 છગ્ગા માર્યા હતા.  

હમજા સલીમની આ ઈનિંગ્સના કારણે કૈટેલોનિયા જગુઆરે 10 ઓવરમાં એકપણ વિકેટ વગર 257 રન બનાવ્યા.

UPIથી ખોટા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા? 4 કલાકમાં સુધારી શકશો ભૂલ

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો