'જારવો 69' પર ICCના કડક પગલાં, વર્લ્ડકપની બધી મેચમાંથી ભગાડ્યો

ICC ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટથી શાનદાર જીત હાંસેલ કરી.

આ મેચ દરમિયાન 'જારવો 69'ની એન્ટ્રી થઈ હતી, જેના કારણે કોહલી અને રાહુલ સહિતના ખેલાડીઓ ગુસ્સે થઈ ગયા.

'જારવો 69' લખેલું ટી-શર્ટ પહેરીને ઈંગ્લિશ ફેન મેચમાં ઘુસી ગયો, જેના કારણે બધા હેરાન રહી ગયા.

હવે ICCએ આ મામલે કડક કાર્યવાહી કરી છે. ICC જારવોને ટૂર્નામેન્ટની બાકીની મેચો માટે પ્રતિબંધિત કરી દીધો છે.

ICCના પ્રવક્તાએ PTIને કહ્યું- તે વ્યક્તિને ટૂર્નામેન્ટની બાકીની મેચોમાં ભાગ નહીં લેવા દેવામાં આવે.

ઈંગ્લેન્ડના જારવોનું સાચું નામ 'ડેનિયલ જાર્વિસ' છે. તે એક પ્રેન્કસ્ટર છે, જે પોતાની યુ-ટ્યુબ ચેનલ માટે આવી હરકત કરે છે.

'આ મેં શું કરી નાખ્યું', જીત બાદ પણ ખુશ નથી KL રાહુલ, VIDEO

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો