5 APR 2024
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ અત્યાર સુધીમાં કોઈ ખાસ કમાલ કરી શકી નથી
અત્યાર સુધીમાં મુંબઈની ટીમ ત્રણ મેચ રમી છે અને બધી મેચમાં તેમને હારનો સામનો કરવો પડ્યો છે
એવામાં ટીમના નવા કેપ્ટન હાર્દિક પંડ્યા ગુજરાતમાં આવેલ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના શરણે પહોંચ્યો છે
હાર્દિક પંડ્યાએ સોમનાથ મહાદેવના દર્શનની સાથે જલાભિષેક અને પૂજા પણ કરી
હાર્દિક પંડ્યાએ સોમેશ્વર મહાપૂજા કરી ધ્વજારોહણ કર્યું હતું
હાર્દિક પંડ્યાએ મહાદેવના શરણે પહોંચી ટીમની જીત માટે પ્રાર્થના કરી હતી
સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ હાર્દિક પંડ્યાને મહાદેવનું સ્મૃતિચિહ્ન અને પ્રસાદ અર્પણ કરી શુભેચ્છા પાઠવી હતી
IPL માં હવે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ દિલ્હી સામે 7 એપ્રિલના રોજ ટકરાશે