ગંભીરે ફરી કોહલી સાથે પંગો લીધી? રોહિતની પ્રશંસા વચ્ચે ટોણો માર્યો

વન-ડે વર્લ્ડકપ 2023માં રવિવારે (29 ઓક્ટોબર)ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે લખનઉમાં મેચ રમાઈ હતી.

આ મેચ ભારતીય ટીમે 100 રનથી જીતી લીધી. જેમાં 87 રન બનાવનાર રોહિત શર્મા મેન ઓફ ધ મેચ બન્યો.

આ દરમિયાન પૂર્વ વર્લ્ડકપ વિજેતા ગૌતમ ગંભીરે રોહિત શર્માની પ્રશંતા કરતા નામ લીધા વગર વિરાટ કોહલી પર નિવેદન આપી દીધું.

કોમેન્ટ્રી બોક્સમાં ગંભીરે કહ્યું- જો તે (રોહિત) સદી માટે રમ્યો હોત તો આજે તેની 40થી 45 સદી હોત.

ગંભીરના આ નિવેદનને કોહલીની વિરુદ્ધમાં જોવાઈ રહ્યું છે, જેનાથી સો.મીડિયા પર કોહલી-ગંભીરના ફેન્સ વચ્ચે જંગ છેડાઈ ગઈ છે.

ગંભીરે કહ્યું- ભારતીય ક્રિકેટમાં રોહિત ક્રાંતિ લાવી રહ્યો છે, કોઈ PR એજન્સી અને માર્કેટિંગ એજન્સી આ કામ નથી કરી શકતી.

રોહિત વર્લ્ડકપની ટ્રોફી જીતવા માટે રમી રહ્યો છે, કોઈ રેકોર્ડ કે આંકડાને જોઈને બેટિંગ નથી કરી રહ્યો.

ભૂમિ-પ્રિયંકા સાથે અર્જૂનનું લીપલોક, યુઝર્સે કહ્યું- મલાઈકા ભાભી મારશે 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો