ધોનીએ એક હાથથી માર્યો ગગનચુંબી છગ્ગો... બોલર્સની ધોલાઈનો VIDEO

IPL 2024માં 31 માર્ચે ચેન્નઈ સુપરકિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી.

રિષભ પંતની કેપ્ટનશીપમાં દિલ્હીએ મેચ 20 રનથી જીતી. આ દિલ્હી માટે સીઝનની પહેલી જીત અને ચેન્નઈ માટે પહેલી હાર હતી.

મેચમાં દિલ્હીએ 192 રનનો ટાર્ગેટ આપ્યો, જવાબમાં ચેન્નઈની ટીમ 6 વિકેટે 171 રન જ બનાવી શકી હતી.

ચેન્નઈની ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ આ સીઝનમાં પહેલીવાર બેટિંગ કરી, જોકે તે પોતાની ટીમને જીત ન અપાવી શક્યો.

મેચમાં ધોનીએ પોતાના વિન્ટેજ અંદાજમાં 16 બોલમાં 37 રનની વિસ્ફોટક ઈનિંગ્સ રમી હતી.

ધોની મેદાન પર ઉતરતા જ બોલર્સ પર તૂટી પડ્યો. તેણે પોતાની ઈનિંગ્સમાં 3 છગ્ગા અને 4 ચોગ્ગા સાથે 231.25ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા.

આ ઈનિંગ્સ દરમિયાન ધોનીએ એક હાથથી છગ્ગો પણ માર્યો, જેને જોઈને સ્ટેડિયમમાં ફેન્સ ગૂંજી ઉઠ્યા હતા.