કાંગારૂ બેટ્સમેનોની ધમાલ, 2 બોલમાં 21 રન બનાવ્યા

ક્રિકેટ વર્લ્ડકપની 27મી મેચ ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ સામે રમાઈ. ધર્મશાળામાં રમાયેલી આ મેચમાં વોર્નર-ટ્રેવિડ હેડે ધમાલ મચાવી દીધી.

વર્લ્ડકપની પહેલી મેચ રમી રહેલા હેડે 67 બોલમાં 109 રન બનાવ્યા, જેમાં 7 છગ્ગા અને 10 ચોગ્ગા સામેલ છે.

ડેવિડ વોર્નરે પાંચ ચોગ્ગા અને 6 છગ્ગા મારીને 65 બોલમાં 81 રન બનાવ્યા. બંનેએ 19.1 ઓવરમાં 175 રનની પાર્ટનરશીપ કરી.

ઓસ્ટ્રેલિયન ઈનિંગ્સ દરમિાયન બે લીગર બોલ પર કુલ 21 રન બન્યા હતા. આ ઘટના મેચની ત્રીજી ઓવરમાં બની.

આ ઓવરમાં મેટ હેનરીના પહેલા બોલે વોર્નરે છગ્ગો માર્યો. બાદમાં વોર્નરે 1 રન લીધો,  આ બોલ નો-બોલ હતો.

પછી ફ્રી-હિટ પર હેડે છગ્ગો માર્યો. જોકે આ બોલ પર પણ હેનરી ઓવરસ્ટેપ કરી ગયો હતો.

આ બાદ હેનરીની આગલી ફ્રિ-હિટ બોલ પર હેડે છગ્ગો માર્યો. એટલે બે લીગલ બોલમાં કુલ 21 રન બન્યા.

દીપિકાએ અફેર વિશે ખુલાસો કરતા હોબાળો મચ્યો, સપોર્ટમાં ઉતર્યો એક્ટર 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો