યોગિની એકાદશી બની રહ્યો છે દુર્લભ સંયોગ, 5 રાશિઓની લાગશે લોટરી

28 June 2024

એકાદશી પર આ 5 રાશિઓ માટે આવનારા દિવસો ખાસ રહેશે કારણકે યોગિની એકાદશી પર એક દુર્લભ સહયોગ બની રહ્યો છે

આ વર્ષે યોગિની એકાદશીનું વ્રત અષાઢ મહિનાની પહેલી એકાદશી એટલે 2 જુલાઇ મંગળવારના રોજ છે

હિંદુ પંચાગ પ્રમાણે,યોગિની એકાદશીનું વ્રત અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં એકાદશી તિથિએ આવે છે

પાપના પ્રાયશ્ચિત માટે યોગિની એકાદશી વિશેષ મહત્વ છે, આ દિવસે શ્રીહરિનું  ઘ્યાન અને ભજન કીર્તનથી કરવાથી પાપથી મુક્તિ મળે છે તેવું મનાય છે

આ દિવસે સ્વાર્થસિદ્ધિ યોગ, ત્રિપુષ્કરયોગ,ધૃતિયોગ,શિવવાસ યોગના લીધે એક દુર્લભ સહયોગ બની રહ્યો છે

સિંહ રાશિના લોકો આર્થિક લાભ મેળવશે, આ દિવસે તેમના જીવનમાં મોટી ખુશીઓ આવી શકે છે અને અચાનક ધનલાભ થઈ શકે છે

મકર રાશિ વાળા લોકોને વેપારમાં ઉન્નતિ અને સહકર્મીઓનો સાથ મળશે, પૈસા કમાવવા માટેનો ઉત્તમ સમય રહેશે અને સાથે જ કોઈ નવા કાર્યની શરૂઆત થઈ શકે તેવા યોગ બની રહ્યા છે

મેષ રાશિ વાળા લોકોના કારકિર્દીમાં પ્રમોસન થઈ શકે છે અને યોગિની એકાદશીથી મેષ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત થશે

ધન રાશિના લોકોના વધારે કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે, પતિ -પત્નીના સંબંધો સારા થશે અને સમાજમાં માન વધશે અને વિદ્યાર્થીઓ માટે સૌથી સારો સમય રહેશે

કુંભ રાશિના લોકો માટે આ સમય તેમના નિવેશ માટે અને રિટર્ન સારો રહેવાનો છે. આવકમાં સારો એવો વધારો થઈ શકે છે