ક્યારેય ન કરતા આ વસ્તુઓનું દાન, ભગવાન થશે નારાજ!

હિન્દુ ધર્મમાં દાનને ખૂબ પુણ્યનું કામ માનવામાં આવે છે.

ગરીબો અને જરૂરીયાતમંદોને દાન કરવાથી ભગવાનના આશીર્વાદ મળે છે, સાથે જ ઘરમાં સુખ-શાંતિ અને બરકત પણ આવે છે.

પરંતુ હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં કેટલીક એવી વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે, જેનું ભૂલથી પણ દાન ન કરવું જોઈએ. ચાલો તેના વિશે જાણીએ.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, સાવરણીને શુભ માનવામાં આવે છે. તેથી સાવરણીને ક્યારેય દાનમાં ન આપવી જોઈએ.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ક્યારેય ધારદાર વસ્તુઓ જેમ કે ચાકુ, છરી, સોઈ અને કાતર જેવી વસ્તુઓ દાનમાં ન આપવી જોઈએ.

ધાર્મિક દ્રષ્ટીએ આવું કરવું બિલકુલ પણ શુભ માનવામાં આવતું નથી. માન્યતા અનુસાર, તેનાથી ઘરમાં વારંવાર ઝઘડા થવા લાગે છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, શનિ મહારાજને તલ અને સરસવનું તેલ ચઢાવવાથી તેઓ પ્રસન્ન થાય છે.

પરંતુ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે દાન ક્યારે ઉપયોગમાં લેવામાં આવેલા તેલ અથવા ખરાબ થઈ ગયેલા તેલનું ન કરવું જોઈએ.

નોંધઃ આ જાણકારી માત્ર માન્યતાઓ, ધાર્મિક ગ્રંથો અને વિવિધ માધ્યમો પર આધારિત છે. અમે આ અંગે પુષ્ટિ કરતા નથી.