વસંત પંચમીનો તહેવાર 14 ફેબ્રુઆરી, બુધવારે મનાવામાં આવશે. વસંત પંચમીના દિવસે સરસ્વતીની ઉપાસના કરાય છે.
હિન્દુ પંચાગ મુબજ, માઘ માસમાં શુક્લ પક્ષની પાંચમે વસંત પંચમીનો તહેવાર ઉજવાય છે.
કહેવાય છે કે, જે પણ વસંત પંચમીના દિવસે મા સરસ્વતીની ઉપાસના કરે છે, તેને મા સરસ્વતી દ્વારા સારી વિદ્યાનો આશીર્વાદ મળે છે.
આ વખતે વસંત પંચમી ખાસ છે કારણ કે 32 વર્ષ બાદ સર્વાર્થ સિદ્ધ યોગ, રવિ યોગ, રેવતી યોગ અને અશ્વિની નક્ષત્રનો સંયોગ બનશે.
વસંત પંચમીએ બનતા બધા યોગ કેટલાક રાશિઓ માટે શુભ અને લકી મનાય છે, આવો જાણીએ આ રાશિઓ વિશે...
મેષ: વસંત પંચમીથી પ્રગતિનો યોગ બની રહ્યો છે. સુખ-સમૃદ્ધિ સારી રહેશે. ઈચ્છાઓ પૂરી થશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય.
મિથુન: મા સરસ્વતીનો આશીર્વાદ રહેશે. તમારી વાણીથી લોકો આકર્ષિક થશે. વેપારમાં સફળતાનો યોગ બની રહ્યો છે.
વૃશ્ચિક: ધન લાભ થશે. પ્રેમ સંબંધમાં મધુરતા વધશે. વિવાદોથી સાવધાન રહો. વ્યાપારમાં સફળતા મળશે.
મીન: સારી નોકરી મળવાના યોગ બની રહ્યા છે. આવકમાં પણ વધારો થશે. નવી યોજનાઓ દ્વારા આગળ વધશો.