સ્વસ્તિક બનાવતા સમયે આ બાબતોનું ધ્યાન રાખો, પૈસાનો વરસાદ થશે
સ્વસ્તિકનું ચિહ્ન હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ અને શુભ મનાય છે. આ ચિહ્નને શુભ અવસરે અને તહેવારે કરવાની પરંપરા છે.
વાસ્તુ શાસ્ત્રમાં સ્વસ્તિકને એક ખાસ ચિહ્નના રૂપમાં જોવાય છે જે સકારાત્મકતા અને ખુશીને આકર્ષિત કરે છે. તેને ખૂબ શુભ મનાય છે.
ઘણા લોકો પોતાના ઘરમાં સ્વસ્તિક બનાવે છે, પરંતુ આ દરમિયાન તેઓ કેટલીક જરૂરી બાબતોનું પાલન કરવું ભૂલી જાય છે. સ્વસ્તિકને કઈ જગ્યાએ અને કેવી રીતે બનાવવો તેની પણ એક વિધિ છે.
સ્વસ્તિકથી ઘરમાં નકારાત્મક ઉર્જાથી છુટકારો મળે છે અને સકારાત્મક માહોલ મળે છે. સાથે જ ધનના દેવતા કુબેર સાથે પણ તેને જોડાય છે. તેનાથી ઘરની સુખ-શાંતિમાં વધારો થાય છે.
સ્વસ્તિક ક્યાં બનાવવો?
તમારા ઘરના મુખ્ય દ્વાર પર અને કિચનમાં પણ સ્વસ્તિક બનાવી શકો છો. તમે ઈચ્છો તો તિજોરી, કબાટમાં પણ તેને બનાવી શકો છો. મંદિર કે પૂજા ઘરમાં પણ તેને બનાવી શકાય છે.
સ્વસ્તિકને દક્ષિણાવર્ત દિશામાં બનાવવો જોઈએ. તેને બનાવતા સમયે લાલ, પીળા કે લીલા રંગનો ઉપયોગ શુભ મનાય છે. તમે ચંદન કે કુમકુમથી પણ તેને બનાવી શકો છો.