30 વર્ષ બાદ સૂર્ય-શનિનો ખતરનાક યોગ, ઓગસ્ટથી વધશે આ 3 રાશિની મુશ્કેલી

16 ઓગસ્ટ સૂર્ય સિંહ રાશિમાં ગોચર કરશે. તેનાથી શનિ સ્વરાશિ કુંભ અને સૂર્ય સ્વરાશિ સિંહમાં રહીને એકબીજાથી 180 ડિગ્રી પર રહેશે.

બંને ગ્રહ એકબીજાથી 7મા ભાવમાં રહેશે. એકબીજા પર દ્રષ્ટિના કારણે સમસપ્તક યોગ બનાવશે. સૂર્ય-શનિ વચ્ચે આવો યોગ 30 વર્ષ બાદ બનશે.

મેષઃ આ સમસપ્તક યોગ મેષ રાશિના જાતકો માટે નકારાત્મક પરિણામ આપી શકે. આ મહિને કોઈપણ પ્રકારનું જોખમ ન લો.

જો સમસપ્તક યોગ દરમિયાન તમે કોઈ રોકાણ કે આર્થિક લાભની યોજના બનાવો તો સમજી-વિચારીને નિર્ણય લો.  

કન્યાઃ આ મહિને તમારા ખર્ચે આવકથી વધારે થઈ શકે. કારણ વિના તણાવથી રાત્રે ઊંઘ ઉડી શકે. ઘરમાં નકારાત્મક્તા વધી શકે છે.

કરિયર-બિઝનેસને અસર થઈ શકે છે. કોઈ વિવાદમાં પડવાથી તમારી છબી પર કલંક લાગી શકે છે. ભાગ્યનો સાથ મળવામાં સમસ્યા આવશે.

મકર: ઓગસ્ટમાં તમારે ખૂબ સંભાળીને રહેવું પડશે. તમને કાર્યોમાં મુશ્કેલીઓ આવી શકે. સ્વાસ્થ્યના મોર્ચે નુકસાન થઈ શકે.

નોકરિયાત લોકોને પોતાના કામ પ્રત્યે ખૂબ સાવધાન રહેવાની જરૂર છે. તમારા માર્ગમાં ઘણા પ્રકારની સમસ્યાઓ આવી શકે છે.