16 જુલાઈને સૂર્યનું થઈ રહ્યું છે ગોચર, આ રાશિઓની ચમકશે કિસ્મત

જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યનું ગોચર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, આ ગોચર 16 જુલાઈએ કર્ક રાશિમાં સવારે 5 વાગ્યે થશે.

સૂર્ય 17 ઓગસ્ટ સુધી કર્ક રાશિમાં જ રહેશે આ બાદ 17 ઓગસ્ટે તે સિંહ રાશિમાં પ્રવેશ કરશે.

વૈદિક જ્યોતિષમાં સૂર્યને ગ્રહોના રાજા માનવામાં આવ્યા છે. ત્યારે જાણો આ ગોચરથી કઈ રાશિઓને લાભ થશે.

મેષ  સૂર્યના ગોચરથી આર્થિક ઉન્નતિ પ્રાપ્ત થશે. મોટું પદ પ્રાપ્ત થશે. તમામ પ્રયાસોમાં સફળતા મળશે અને પ્રમોશનનો યોગ બની રહ્યો છે. 

મિથુન  પરિવારનો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે. આર્થિક મદદ પ્રાપ્ત થશે. ધન લાભનો યોગ બની રહ્યો છે. સ્વાસ્થ્ય સારું રહેશે. અટકેલા નાણા પાછા મળશે.

કર્ક સંબંધો સુધરશે, નોકરીમાં સક્રિયતા વધશે. દાંમ્પત્ય જીવન સારું પસાર થશે. બિઝનેસમાં સફળતા મળશે અને વેપારમાં લાભ થશે.

તુલા  કાર્યક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશો. આવકમાં વૃદ્ધિ થશે. નવા લોકો સાથે સંપર્ક વધશે. સમાજમાં માન-સન્માન વધશે. નવું વાહન ખરીદી શકો છો.