ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી 5 વાતો, જે દરેક વિદ્યાર્થીએ જાણવી જરૂરી છે
મહાભારતમાં ભગવાન શ્રીકૃષ્ણને ગીતાનું જ્ઞાન આપ્યું હતું. ગીતામાં એવી શીખ છે જે વિદ્યાર્થી જીવનને નવી દિશા આપી શકે છે.
મિત્રતાનો પાઠસુદામાના પગ પખારતા કૃષ્ણ તે આદર્શમાં સ્થાપિત થવાની શીખ આપે છે. જ્યાં આપણે પદ, પ્રતિષ્ઠા અને માન મેળવીને મિત્રો અને લોકોને ભૂલીને જિંદગીની દોડમાં પરિસ્થિતિ વશ અથવા કોઈ અન્ય કારણથી ત્યાં સુધી નથી પહોંચી શકતા.
સફળ લીડર
કૃષ્ણ બાળપણથી જ એક સફળ લીડર તરીકે લોકોને મુશ્કેલીમાંથી કાઢતા આવ્યા છે. તેમણે યુવાવસ્થામાં યદુવંશનું નેતૃત્વ કર્યું. પરંતુ મોટી વાત એ છે કે સિંહાસન પર બેસીને પણ તેઓ ક્યારેય રાજા ન બન્યા.
તે નેતૃત્વ શીખવે છે પરંતુ તેમની પહોંચ સત્તા નહીં જનતા વચ્ચે રહી. આજે પણ લોકો પોતાના લીડરમાં આ ગુણ શોધે છે. બાળકોને માલુમ હોવું જોઈએ કે સાચો લીડર કેવો હોય છે.
એક સારા વક્તાએક સારા વક્તામાં કૃષ્ણ જેમ યોગ અને જ્ઞાનનો સમાગમ હોવો ખૂબ જ જરૂરી છે.
કુરુક્ષેત્રના રણમાં હતાશ અર્જુનને શ્રીમદભગવદ ગીતાનો ઉપદેશ આપીને કૃષ્ણ માનવ સમાજને જ્ઞાન અને યોગની શિક્ષા પણ આપે છે.
અન્યાય વિરુદ્ધ બોલવું
અત્યાચાર કરનાર પોતાના મામા હોવા છતા કૃષ્ણએ તેમનો વધ કર્યો. સાથે જ આપણને શીખવ્યું કે અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવવાની કોઈ ઉંમર નથી હોતી.