23 APR 2024
હિંદુ કેલેન્ડર મુજબ, હનુમાન જયંતિનો તહેવાર ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની તારીખે ઉજવવામાં આવે છે
આજે ભગવાન શ્રી રામના પરમ ભક્ત હનુમાનના જન્મોત્સવના પાવન પર્વની ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે
ગુજરાતના યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિરમાં આજે હનુમાન જ્યંતીની ઉજવણી કરવામાં આવી
ભક્તોનું ઘોડાપુર બળિયા બજરંગીના દર્શને સાળંગપુરમાં ઉમટ્યું છે
આજે વહેલી સવારથી જ દર્શન માટે હરિભક્તો ઉમટી પડ્યા છે, આજે હનુમાન જ્યંતિ નિમિત્તે આખો દિવસ દર્શન માટે મંદિર ખુલ્લુ રહેશે
સાળંગપુર ખાતે ૩૦૦ કિલો ચુરમાની કેક તૈયાર કરાઇ છે, 10 કિલોની ગદા આકારની ડમ કેક બનાવી હતી જે હથોડીથી તોડી જન્મોત્સવની ઉજવણી કરાઈ
આ ઉપરાંત નાની મોટી પાંચ કિલોની ત્રણ કેકનું પણ કટીંગ કરાયું. કષ્ટભંજન દેવ મંદિરના સંતો દ્વારા કેકનુ કટીંગ કરવામાં આવ્યું
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હજારોની સંખ્યામાં ભક્તોએ જય શ્રીરામના નારા લગાવતા મંદિર પરિસર ગુંજી ઊઠ્યું હતું
સાળંગપુરમાં હનુમાન જન્મોત્સવ નિમિતે કષ્ટભંજન દાદાને અલગ અલગ પ્રકારની મીઠાઈનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો