મફતમાં મળેલી આ વસ્તુઓ ક્યારેય પૈસાના સ્થાન પર ન રાખો, નહીંતર કરી નાખશે કંગાળ

ઘણીવાર લાખ પ્રયાસો છતા વ્યક્તિના હાથમાં પૈસા ટકતા નથી. વાસ્તુ શાસ્ત્રમાં આર્થિક સંકટ પાછળ કેટલાક ખાસ કારણો ગણાવાયા છે.

વાસ્તુ શાસ્ત્રના જાણકાર કહે છે કે ઘણીવાર પૈસાના સ્થાન પર ખોટી વસ્તુઓ રાખવાથી પૈસાની તંગી થાય છે. પૈસાના સ્થાન પર ક્યારેય 3 વસ્તુ ન મૂકવી જોઈએ.

વાસ્તુ મુજબ મફતની વસ્તુઓ કબાટમાં ન મૂકવી. આવા લોકો પર માતા લક્ષ્મી અને ભગવાન કુબેરની કૃપા નથી રહેતી.

મફતના કપડા, જ્વેલરી અને ઈલેક્ટ્રોનિક ગેજેટ અથવા શૃંગાર સામગ્રી ક્યારેય પૈસાના સ્થાન પર ન રાખો.

ખોટા સાધનોથી કમાયેલા ધનને ક્યારેય પોતાની મૂળ સંપત્તિ સાથે ન રાખવું. આ ભૂલથી ઘરની બધી સુખ-સંપન્નતા જતી રહે છે.

ચોરી, લૂંટપાટ અથવા છેતરીને કમાયેલા પૈસામાં સ્થિરતા નથી હોતી. આવા પૈસા ખોટા સમયે કામ નથી આવતા અને જીવનભર ટકતા પણ નથી.