શિવજીએ માતા પાર્વતીને જણાવ્યા હતા આ 5 રહસ્યો, સફળ બનાવશે તમારું જીવન
ફાગણ મહાશિવરાત્રી 8 માર્ચે ઉજવવામાં આવશે. મહાશિવરાત્રીના આ શુભ અવસર પર અમે તમને જીવન સાથે જોડાયેલી ખાસ વાતો જણાવવા જઈ રહ્યા છીએ.
શિવ મહાપુરાણ અનુસાર, માનવ જીવન સાથે જોડાયેલી આ મહત્વપૂર્ણ વાતો છે, જેને ભગવાન શિવે પોતે માતા પાર્વતીને જણાવી હતી.
એકવાર ભગવાન શિવે માતા પાર્વતીને જણાવ્યું કે, દુનિયામાં માન-સન્માન કરવાવું અને હંમેશા સત્ય બોલાવું એ સૌથી મોટો ગુણ છે.
શિવજીએ પાર્વતીજીને જણાવ્યું હતું કે, દુનિયામાં સૌથી મોટું પાપ બેઈમાની અને છેતરપિંડી છે. વ્યક્તિએ પોતાના કર્મને સુધારવું જોઈએ અને પ્રમાણિક રહેવું જોઈએ.
ભગવાન શિવે માતા પાર્વતીને કહ્યું કે કોઈએ વાણી, કર્મ અને વિચારોના માધ્યમથી પાપના ભાગીદાર ન બનવું જોઈએ. વાણી-વિચારોમાં અશુદ્ધતા ન હોવી જોઈએ.
ભગવાન શિવે પાર્વતીજીને કહ્યું હતું કે માણસે હંમેશા મહેનતથી પોતાનું મૂલ્યાંકન કરવું જોઈએ. તમારે તમારી ક્રિયાઓ અને વર્તન પર નજર રાખવી જોઈએ. અનૈતિક પ્રવૃતિઓમાં સામેલ થવાનું ટાળવું જોઈએ.
જ્યારે તમે મોહ-માયાના બંધનમાંથી મુક્ત થાઓ છો ત્યારે તેમને જીવનમાં સફળતા મેળવવા માટે અનેક સુવર્ણ તકો મળે છે.
શિવજીએ કહ્યું હતું કે, મૃગતૃષ્મા જ તમામ કષ્ટોનો એકમાત્ર ઉપાય છે. વ્યક્તિએ એક પછી એક વસ્તુ પાછળ દોડવાને બદલે ધ્યાન પર મન લગાવવું જોઈએ.