12 વર્ષ બાદ કુબેર યોગ, 2025 સુધી આ 3 રાશિઓ પર થતી રહેશે ધનવર્ષા

ગુરુ 1 મેથી વૃષભ રાશિમાં આવ્યા હતા અને હવે 13 મે 2025 સુધી આ રાશિમાં જ રહેશે. ગુરુ અહીં કુબેર યોગનું નિર્માણ કરી રહ્યા છે.

જ્યારે કુંડળીમાં બીજા અને 11માં ભાવના સ્વામી પોતાની રાશિમાં રહે છે, અથવા બીજા અને 11મા ભાવના સ્મીઓ વચ્ચે રાશિ વિનિમય થાય તો કુબેર યોગ બને છે.

કુંડળીમાં કુબેર યોગ બનવાથી ધન, વૈભવ વધે છે. ગુરુની કૃપાથી કુબેર યોગ 3 રાશિઓ માટે શુભ છે. આ રાશિઓને 2025 સુધી ધન લાભ થશે.

મેષ: તમને ભાગ્યનો સારો સાથ મળશે. આર્થિક સ્થિતિમાં સુધાર આવશે. અચાનક ધન પ્રાપ્તિનો યોગ બનતો દેખાય છે. ખર્ચમાં ઘટાડો થશે.

નોકરીયાત લોકોને કાર્યસ્થળે સારો લાભ થશે અને પ્રમોશન મળવાનો યોગ છે. આવકના નવા સ્ત્રોત બનશે. રોકાણ માટે ઉત્તમ સમય છે.

કર્ક: વેપારી વર્ગના લોકોને સારો લાભ થશે. કોઈ મોટી ડીલ મળી શકે. ભૌતિક સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ થશે અને નવી યોજનાઓ કામ કરશે.

સિંહ: તમારા સારા દિવસો શરૂ થઈ ચૂક્યા છે. તમને મહેનતનું સારું ફળ મળશે. કરિયરમાં ઊંચું માન-સન્માન પ્રાપ્ત થશે.

ધન અને ઉન્નતિના નવા અવસર મળશે. વેપારમાં સારો લાભ થશે અને ઘરમાં ખુશીઓ બની રહેશે.