શ્રાવણ મહિનામાં આ વસ્તુઓ ખરીદવી શુભ

શ્રાવણ મહિનાની શરૂઆત 5 ઓગસ્ટથી થવા જઈ રહી છે. શ્રાવણ મહિનાને ભગવાન શિવનો પ્રિય મહિનો કહેવામાં આવે છે. વાસ્તુ અનુસાર, આ મહિનામાં કેટલીક વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે. 

આજે અમે આપને જણાવીશું કે તમે શ્રાવણ મહિનામાં કઈ વસ્તુઓને ખરીદી શકો છો. ई दीवाना है.

શ્રાવણ મહિનામાં તમે શિવલિંગ ઘરે લાવી શકો છે. જોકે, ઘરમાં જે શિવલિંગ રાખવામાં આવે છે તે તમારા અંગૂઠા કરતા વધારે મોટું ન હોવું જોઈએ.

શ્રાવણમાં રુદ્રાક્ષ ખરીદીને ધારણ કરી શકાય છે. મંત્રોના જાપ કરવા માટે પણ આ મહિનામાં રુદ્રાક્ષની માળા ખરીદીને લાવી શકો છો.

શ્રાવણ મહિનામાં ચાંદીનો નંદી ખરીદીને લાવવો શુભ માનવામાં આવે છે. તેનાથી આર્થિક સંકટ દૂર થાય છે.

શ્રાવણ મહિનામાં ડમરૂ ખરીદીને બાળકને દાનમાં આપવું શુભ માનવામાં આવે છે.

નોંધઃ આ જાણકારી માત્ર માન્યતાઓ, ધર્મગ્રંથો અને વિવિધ માધ્યમો પર આધારિત છે. અમે આ અંગેની પુષ્ટી કરતા નથી.