રામલલાની પ્રતિમા બનાવનાર મૂર્તિકારોને કેટલા રૂપિયા મળ્યા?

અયોધ્યામાં બનેલા રામ મંદિરનો 22 જાન્યુઆરી 2024ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. આ દરમિયાન મંદિરમાં રામલલાની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી.

રામલલાની જે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી, તેના ખર્ચને રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે જાહેર કર્યો છે.

ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે જણાવ્યું કે, રામલલાની પ્રતિમા બનાવવા માટે ત્રણ શિલ્પકારોની પસંદગી કરવામાં આવી હતી.

ત્રણેય મૂર્તિકારોએ રામલલાની અલગ-અલગ પ્રતિમાઓ બનાવી હતી. તેમાંથી એક મૂર્તિ પસંદ કરીને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી હતી.

રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત રામલલાની પ્રતિમા મૈસુરના મૂર્તિકાર યોગીરાજ દ્વારા બનાવવામાં આવી હતી.

ટ્રસ્ટે જાણકારી આપતા જણાવ્યું કે ત્રણેય મૂર્તિકારોને પ્રતિમા નિર્માણ માટે 75-75 લાખ રૂપિયા 18 ટકા GSTની સાથે આપવામાં આવ્યા હતા.

ટ્રસ્ટે માહિતી આપી છે કે એક વર્ષમાં રામ મંદિરના નિર્માણમાં 776 કરોડ રૂપિયાનો ખર્ચ થયો અને ભક્તોએ 363 કરોડ 34 લાખ કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું.