શ્રાવણ મહિનામાં આ 5 વસ્તુઓનું દાન બનાવશે તમને ધનવાન

શાસ્ત્રોમાં માન્યતા છે કે શ્રાવણ માસમાં દાન કરવાથી મનોકામના પૂર્ણ થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે. ચાલો જાણીએ શ્રાવણ માસમાં દાન કરવામાં આવતી 5 મહત્વની વસ્તુઓ વિશે...

અન્નઃ શ્રાવણ માસમાં ગરીબો અને જરુરિયાતમંદોને અન્નદાન કરવું ખૂબ જ પુણ્યકારી માનવામાં આવે છે. તેનાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ધનમાં વૃદ્ધિ થાય છે.

વસ્ત્રઃ વસ્ત્ર દાન પણ શ્રાવણ માસમાં એક ઉત્તમ દાન છે. વસ્ત્ર દાન કરવાથી પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે. 

ઘીઃ ઘીનું દાન ભગવાન શિવને અત્યંત પ્રિય હોય છે. શ્રાવણ માસમાં ઘીનું દાન કરવાથી ધનમાં વૃદ્ધિ થાય છે અને ગ્રહોની શાંતિ થાય છે.

ફળઃ શ્રાવણ માસમાં ફ્રુટ્સનું દાન કરવું પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી કુંડળીમાં હાજર ગ્રહોના દોષ દૂર થાય છે.

દક્ષિણાઃ શ્રાવણ માસમાં બ્રાહ્મણો અને ગરીબોને દક્ષિણા આપવી પણ શુભ માનવામાં આવે છે. તેનાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.