રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે. આ તહેવાર પર બહેનો પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે.
આ વર્ષે રક્ષાબંધન 19 ઓગસ્ટ સોમવારે છે. એવામાં આજે અમે આપને જણાવીશું કે રાખડી બાંધતી વખતે કઈ ભૂલો ન કરવી જોઈએ.
રક્ષાબંધનના દિવસે ભાઈ અને બહેન બંનેએ કાળા રંગના કપડા ન પહેરવા જોઈએ. કાળો રંગ શનિનું પ્રતીક હોય છે. તેને અશુભ માનવામાં આવે છે.
રક્ષાબંધન પર રાખડી, મીઠાઈ સહિતની વસ્તુઓ રાખવા માટે તમારે સ્ટીલની થાળી અથવા પ્લેટનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. સ્ટીલનો સંબંધ શનિ સાથે હોય છે.
ભાઈને જે રાખડી બાંધવાની છે, તેમાં પ્લાસ્ટિક ન હોય તો તે વધારે સારું રહેશે. તેનો સંબંધ રાહુ સાથે હોય છે.
રાખડી બાંધતી વખતે ભાઈનું મુખ પૂર્વ અથવા ઉત્તર દિશામાં હોવું શુભ માનવામાં આવે છે. દક્ષિણ દિશાની તરફ મુખ રાખીને ન બેસવું જોઈએ. આ દિશા યમરાજની માનવામાં આવે છે.
ભદ્રા અને રાહુ કાળામાં ક્યારેય રાખડી ન બાંધો. તિલક માટે રોલી, ચંદન, હળદર, કેસર વગેરેનો ઉપયોગ કરવો જોઈએ.