બુર્જ ખલીફાના ટોપ ફ્લોરમાં એવું તો શું છે, જ્યાં સામાન્ય લોકો નથી જઈ શકતા
દુબઈના બુર્જ ખલીફાની શું ખાસિયત છે અને શા માટે દુનિયામાં તેની સૌથી વધુ ચર્ચા થાય છે, તેના પર આજે અહીં નજર કરીએ.
બુર્જ ખલીફા જોવા માટે લોકો હજારો રૂપિયાની ટિકિટ ખરીદે છે, છતાં ટોપ ફ્લોર પર જઈ શકતા નથી. આવું શા માટે?
બુર્જ ખલીફામાં દુનિયાની કોઈપણ વ્યક્તિ ફરવા-જોવા જઈ શકે છે, તેના માટે એક ટિકિટ ખરીદવી પડે છે, પરંતુ આ એન્ટ્રી બધી જગ્યાઓ માટે નથી હોતી.
અસલમાં બુર્જ ખલીફાના ટોપ ફ્લોર પર કોર્પોરેટર કાર્યાલયો, ખાસ ઓફિસો આવેલી છે, જેની સાથે જોડાયેલા લોકોને જ ટોપ ફ્લોર પર જવાની પરવાનગી છે.
ટોપ ફ્લોર પર જવાની પરવાનગી સામાન્ય માણસોને કોઈ ખાસ કારણ વિના આપવામાં આવતી નથી, કારણ કે આ ઓફિસો કોઈ ટુરિસ્ટને ફરવા માટે મંજૂરી નથી આપતી.
બુર્જ ખલીફા દુબઈના આસમાનમાં વાદળોને સ્પર્શે છે, જેની ઊંચાઈ લગભગ 828 મીટર છે. આ ઈમારત બનાવતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું કે ભૂકંપ આવે તો પણ ઈમારતને કોઈ નુકસાન ન થાય.
આ ઈમારત 7.0ની તીવ્રતાના ભૂકંપને પણ ઝીલી શકે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે બુર્જ ખલીફાને તેની આસપાસની ઈમારતો સાથે પણ કનેક્ટ કરવામાં આવી છે.
બુર્જ ખલીફાનો આફાર ટિપોય એટલે કે 'Y' જેવો છે, જે ઈમારતને મજબૂત અને સ્થિર રહેવામાં મદદ કરે છે. ઈમારતની આ ડિઝાઈન તેને હવાઓના તેજ પ્રભાવથી પણ બચાવે છે.