રાજ્યસભામાં હવે આ ઉમેદવારો કરશે ગુજરાતનું નેતૃત્વ, 2026 સુધીમાં ભાજપ જીતશે ગુજરાતની તમામ બેઠક
ગુજરાતમાં રાજ્યસભાની કૂલ 11 બેઠકો છે. જેમાંથી ભાજપ પાસે 8 અને કોંગ્રેસ પાસે 3 બેઠકો છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસને ફક્ત 17 બેઠકો મળી હતી હવે તેની અસર રાજ્યસભા પર પણ પડશે. 2026 સુધીમાં તમામ બેઠકો ભાજપને મળશે.
હાલ ગુજરાતમાં 3 બેઠકો પર ચુંટણી યોજાશે જેમાં 24 જુલાઈએ સવારે 9 થી 4 મતદાન થશે અને સાંજે 5 વાગ્યે મતગણતરી કરવામાં આવશે.
ભાજપે એસ જયશંકરને રિપીટ કર્યા છે. તેમણે ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે. જ્યારે એસ જયશંકરની જીત નિશ્ચિત છે.
ભાજપે ક્ષત્રિય ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. કેસરીદેવસિંહ ઝાલાને રાજ્યસભાના ઉમેદવાર તરીકે પસંદગી કરી છે. તેમણે ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે.
આ સાથે જ જુગલજી ઠાકોર અને દિનેશ અનારવાડિયાને પડતાં મૂકી અને બાબુભાઈ દેસાઇને રાજ્યસભામાં મોકલવાનું મન બનાવ્યું છે. ત્યારે આ ત્રણેય બેઠક પર ભાજપનો કબજો રહેશે.