ટ્રેનમાં સામાન ભૂલી જવાય તો ચિંતા ન કરો, અહીં કરવા કરવાથી શોધવામાં મદદ મળશે

ટ્રેનમાં મુસાફરો ઘણીવાર સામાન ભૂલી જાય છે. જો તમારી સાથે પણ આવું થાય તો આ સામાન પાછો મળી શકે છે.

જો તમે ટ્રેનમાં સામાન ભૂલી જાઓ અને ટ્રેન સ્ટેશનેથી નીકળી જાય તો આ સ્થિતિમાં તમારે તરત રેલવે અધિકારીઓને જાણ કરવી.

આ ઉપરાંત તમે રેલવે પોલીસ ફોર્સ (RPF)ને પણ જાણ કરી શકો. જરૂર પડવા પર FIR નોંધાવી શકો. જે બાદ RPF જવાનો તમારો સામાન શોધી આપશે.

જો તમારો સામાન મળે તો તમને પાછો આપી દેવામાં આવશે.

જો તમારો સામાન કિંમતી હોય તો રેલવે અધિકારી તેને સ્ટેશન પર માત્ર 24 કલાક રાખે છે, બાદમાં તેને રેલવેના ઝોનલ ઓફિસ મોકલી દેવાય છે.

રેલવે ખોવાયેલ સામાન પરત કરવા 'મિશન અનામત' પણ ચલાવે છે. જેમાં RPF રેલ યાત્રીના ગુમ થયેલા સામાનની તપાસ કરે છે.

પછી પશ્ચિમ રેલવેની વેબસાઈટ પર સામાનની તસવીર અને વિગતો અપલોડ કરાય છે. મુસાફર તેને ઓખળીને પરત મેળવી શકે છે.

તમારા ખોવાયેલ સામાન માટે રેલવેની વેબસાઈટ http://wr.Indianrailways.gov.in પર જાઓ અને 'મિશન અનામત-RPF' ટેબ પર ક્લિક કરો.

IAS ઓફિસર પ્રિયંકા ગોયલ ખૂબસૂરતીમાં હિરોઈનને પણ આપે છે ટક્કર, જુઓ

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો