અનંતના લગ્ન પહેલા અંબાણી પરિવારે ફરી લોકોનું દિલ જીત્યું
અંબાણી પરિવારના ઘરે શહનાઈ વાગી ગઈ છે, પરંતુ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની નહીં. મુકેશ અંબામી અને નીતા અંબાણીએ 50 યુગલોના લગ્ન કરાવ્યા છે.
તેની તસવીરો પણ સામે આવી છે, જેમાં નીતા અંબાણી અને મુકેશ અંબાણી હાથ જોડીને દરેકનું સ્વાગત કરતા જોવા મળી રહ્યા છે.
આ સમૂહ લગ્નમાં દીકરી ઈશા અંબાણી પણ પતિ આનંદ પીરામલ સાથે હાજર રહી. બંને ટ્રેડિશનલ કપડામાં સુંદર લાગી રહ્યા છે.
તસવીરોમાં તે 50 યુગલોને પણ જોઈ શકાય છે, જેમણે અંબાણી પરિવારના આશીર્વાદથી પોતાના જીવનની નવી શરૂઆત કરી.
મુંબઈના થાણેમાં આવેલા રિલાયન્સ કોર્પોરેટ પાર્કમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુકેશ અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી 12 જુલાઈ, 2024ના રોજ મુંબઈમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે.
આ ભવ્ય લગ્ન 12 જુલાઈ 2024ના રોજ મુંબઈમાં મુકેશ અંબાણીના વર્લ્ડ જિયો સેન્ટરમાં થશે. અનંત અને રાધિકાના લગ્ન 12મી જુલાઈએ થશે અને 13મી જુલાઈએ એક શુભ આશીર્વાદ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પછી 14 જુલાઈએ આ ભવ્ય લગ્નનું ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવશે, જેમાં દેશ અને દુનિયાની અનેક મોટી હસ્તીઓ હાજરી આપશે.