Good News! બજેટમાં મળી શકે છે કરોડો ખેડૂતોને મોટી ભેટ

બજેટ 2024 આ મહિનાની 22 તારીખ સુધીમાં રજૂ થાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, હજુ સુધી કોઈ સત્તાવાર જાણકારી સામે આવી નથી.

આ વખતના બજેટમાં ખેડૂતોથી લઈને સામાન્ય લોકોને સરકાર પાસેથી ઘણી અપેક્ષાઓ છે.

મિડલ ક્લાસ ટેક્સમાં ઘટાડો થવાની આશા રાખી રહ્યો છે. સાથે જ કેટલાક ટેક્સમાં છૂટની લિમિટ પણ વધે તેવું અનુમાન લગાવી રહ્યા છે.

તો ખેડૂતોને પણ આશા છે કે સરકાર આ વખતે બજેટમાં કેટલીક મોટી જાહેરાતો કરી શકે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એગ્રીકલ્ચર એક્સપર્ટ્સે નાણા મંત્રી નિર્મલા સીતારમણને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવા અપીલ કરી છે.

એગ્રીકલ્ચર ઈન્ડસ્ટ્રીઝની માંગ છે કે પીએમ કિસાન યોજના હઠળ વાર્ષિક આપવામાં આવતી રકમ 6 હજારથી વધારીને 8000 રૂપિયા આપવામાં આવે.  

ખેડૂતોને આ યોજના હેઠળ 6 હજાર રૂપિયા આપવામાં આવે છે અને 6 હજાર રૂપિયા ત્રણ હપ્તામાં આપવામાં આવે છે.

જો સરકાર તેને વધારે તો 9.3 કરોડ ખેડૂતોને લાભ થશે અને બની શકે છે કે વર્ષમાં વધુ એક હપ્તો મળશે.

આપને જણાવી દઈએ કે, સરકારે 2024-25 નાણાકીય વર્ષ માટે કૃષિ મંત્રાલય માટે 1.27 લાખ કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે.

નોંધનીય છે કે, જ્યારથી સરકાર આ યોજના લાવી છે, ત્યારથી લઈને અત્યાર સુધી આ રકમમાં વધારો થયો નથી.