ભારત પરત આવવા માંગતો હતો દાઉદ ઈબ્રાહિમ, પરંતુ રાખી હતી કેટલીક શરતો!
દાઉદને ભારત સહિત સમગ્ર વિશ્વ વર્ષોથી શોધી રહ્યું છે. દાઉદ ઈબ્રાહિમ ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી છે.
દાઉદ ઈબ્રાહિમના અનેક ગુનાઓના પગલે તેને પકડવા ઈનામ પણ જાહેર કરાયા છે.
જોકે, તે 1993માં બોમ્બ બ્લાસ્ટ બાદ ભારત આવવા માંગતો હતો, પરંતુ તેણે આ માટે ઘણી શરતો મૂકી હતી.
આ માટે દાઉદ ઈબ્રાહિમે પોતે દિવંગત વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણીને ફોન કર્યો હતો. જેમાં તણે ભારત પરત આવવા જણાવ્યું હતું.
ખુદ સ્વર્ગસ્થ વકીલે ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, દાઉદને પરત આવવું છે. આ માટે તેણે કેટલીક શરતો રાખી છે.
દાઉદે કહ્યું હતું કે, પોલીસ મને મારશે નહીં, મને કોઈપણ પ્રકારની થર્ડ ડિગ્રી નહીં આપે.
દાઉદે કહ્યું હતું કે, મને નજરકેદ કરો, હું મારો બચાવ કરીશ, જો હું દોષિત હોઉં તો મને સજા કરો.
જે બાદ રામ જેઠમલાણીએ તત્કાલિન સીએમ શરદ પવારને દાઉદની શરતો વિશે પત્ર લખ્યો હતો.
શરદ પવારે કહ્યું હતું કે આ વસ્તુ નહીં થાય, દાઉદે જે શરતો મૂકી હતી તે કાયદા મુજબ નથી.
શાહિદ કપૂરે ખરીદી સૌથી મોંઘી મર્સિડિસ કાર, બંગલાથી પણ મોંઘી છે કિંમત
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
નોકરી છોડતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન
પાસપોર્ટ ચોરાઈ અથવા ખોવાય જાય તો શું કરવું?
Good News! બજેટમાં મળી શકે છે કરોડો ખેડૂતોને મોટી ભેટ
અનંતના લગ્ન પહેલા અંબાણી પરિવારે ફરી લોકોનું દિલ જીત્યું