સાવધાન! India Post ના નામે ફસાવી રહ્યા છે હેકર્સ
સ્કેમર્સ લોકો સાથે છેતરપિંડી આચરવા માટે નવી-નવી તરકીબોનો ઉપયોગ કરી રહ્યા છે. એક નવો સ્કેમ વર્તમાન સમયમાં India Postના નામે થઈ રહ્યો છે.
વાસ્તવમાં સ્કેમર્સ લોકોને India Postના નામે ફેક SMS મોકલી રહ્યા છે. આ SMS માં લખેલું છે કે તમારું પાર્સલ વેરહાઉસ પર આવ્યું છે.
'તમારી સાથે ઘણીવાર સંપર્ક સાધવાનો પ્રયાસ કરાયો, પરંતુ સંપર્ક ન થઈ શક્યો. અધુરી જાણકારી હોવાના કારણે પાર્સલ તમારા સુધી પહોંચી શક્યું નથી.'
'આગામી 48 કલાકમાં તમારું સરનામું અપડેટ કરો, નહીં તો પાર્સલ પાછું જતું રહેશે.' આ સાથે જ સ્કેમર્સ એક લિંક પણ એટેચ કરે છે.
સ્કેમર્સે લખ્યું છે કે સરનામું અપડેટ થયાના 24 કલાકમાં જ તમારું પાર્સલ તમને મળી જશે. આ પ્રકારના કોઈપણ મેસેજ પર ક્લિક કરવાથી તમે ફસાઈ શકો છો.
વાસ્તવમાં આ લિંક્સ તમને એક ફેક વેબસાઈટ પર લઈ જશે. જો તમને પણ આવો SMS આવે છે, તો તેના પર અપાયેલી લિંક પર ક્લિક ન કરો.
કોઈપણ અજાણી લિંક પર તમારી પર્સનલ ડિટેલ્સ શેર ન કરો. તેનાથી તમને નાણાકીય નુકસાન થઈ શકે છે. ક્યારેય તમારી બેંકની વિગતો કોઈ અજાણ્યા સાથે શેર ન કરો.
ડિજિટલ વર્લ્ડમાં સુરક્ષિત રહેવા માટે તમારે સાવધાન રહેવું પડશે. SMS અથવા વોટ્સએપ મેસેજમાં આવતી અજાણી લિંક્સ પર ક્લિક ન કરો.
કોઈપણ પરિસ્થિતિમાં અજાણ્યા સોર્સથી એપ્સને ડાઉનલોડ ન કરો. અને કોઈની સાથે ઓટીપીણ પણ શેર ન કરો. નહીં તો તમને ભારે નુકસાન થઈ શકે છે.
પાસપોર્ટ બનાવવા માટે કયા ડોક્યુમેન્ટ જરૂરી? જાણો અરજીની પ્રોસેસ
Related Stories
બાંગ્લાદેશથી 2 સૂટકેસમાં શું-શું લાવ્યા શેખ હસીના?
નોકરી છોડતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન
પાસપોર્ટ ચોરાઈ અથવા ખોવાય જાય તો શું કરવું?
બુર્જ ખલીફાના ટોપ ફ્લોરમાં એવું તો શું છે, જ્યાં સામાન્ય લોકો નથી જઈ શકતા