'એશ્વર્યા રાય'ની ગ્લોઈંગ સ્કિનનું શું છે રહસ્ય?

1994માં મિસ વર્લ્ડ બનેલી એશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan)ની સુંદરતા આજે પણ અકબંધ છે. તેમની સ્કિન એકદમ ગ્લોઈંગ છે.

એશ્વર્યા રાય બચ્ચનની ગણતરી વિશ્વની સૌથી સુંદર મહિલાઓમાં કરવામાં આવે છે. ઘણી મહિલાઓ છે, જેઓ તેમની ચમકતી ત્વચાનું રહસ્ય જાણવા માંગે છે.

એશ્વર્યા રાય બચ્ચન એક સિંપલ સ્કિન કેર રુટિન ફોલો કરે છે, જેમાં ઘરેલું વસ્તુઓ પણ સામેલ છે.

એક રિપોર્ટ મુજબ, ડેડ સ્કિનને હટાવવા માટે એશ્વર્યા બેસન, દૂધ અને હળદરમાંથી બનેલું ફેસ પેક લગાવે છે.

આ ઉપરાંત તેઓ દહીંમાંથી બનાવેલું ફેસપેક લગાવવાનું પણ ખૂબ જ પસંદ કરે છે. આ તેમની સ્કિનને એક્સફોલિએટ કરે છે, સાથે જ ચમક પણ આપે છે.

સ્કિનને હાઈડ્રેટ રાખવી ખૂબ જ જરૂરી હોય છે. આ માટે તેઓ કાંકડીનો ઉપયોગ કરે છે. ચહેરા પર કાંકડીની સ્લાઈસ અથવા તેનો રસ લગાવે છે.

આપણા ખાવા-પીવાની અસર શરીરની સાથ-સાથે સ્કિન પર પણ જોવા મળે છે. એશ્વર્યા સિમ્પલ અને હેલ્ધી વસ્તુઓ ખાવાનું પસંદ કરે છે.

રાત્રે સૂતા પહેલા તેઓ હંમેશા મેકઅપ રિમૂવ કરે છે, સાથે જ નાઈટ ક્રીમ પણ લાગવે છે.