ચોમાસામાં ચહેરા પર આવી જશે ચમક, રાત્રે કરી લો આ 6 કામ
ઋતુ કોઈપણ હોય સ્કિન કેર ખૂબ જ જરૂરી હોય છે. દિવસ કરતા વધારે રાત્રે સ્કિનનું ધ્યાન રાખવું પડે છે.
દિવસે ધુળ-માટીથી સ્કિન ગંદી અને ડ્રાઈ થઈ જાય છે, આવી સ્થિતિમાં સ્કિનની સારી રીતે કેર કરવી જરૂરી છે. નહીં તો ખીલ, કરચલી જેવી સમસ્યા થાય છે.
ચહેરા પર ચમક લાવવા માટે તમારે રાતે સૂતા પહેલા પણ સ્કિનની કેર કરવી પડશે.
સૂતા પછી સ્કિન પણ શ્વાસ લે છે, એટલે કે પોર્સ ઓપન થઈ જાય છે. આવી સ્થિતિમાં તમારે ફેસને ક્લીન રાખવો પડશે. ચાલો જાણીએ સ્કિન કેર ટિપ્સ વિશે...
જો તમે મેકઅપ કરેલો છે તો સૌથી પહેલા તો તેને હટાવો. મેકઅપ રિમૂવર અથવા કોઈ તેલની મદદથી તેને હટાવી લો.
સ્કિનનું ક્લીઝિંગ ખૂબ જરૂરી હોય છે. તેનાથી સ્કિન અંદર સુધી સાફ રહે છે. તમારી સ્કિનને કાચા દૂધથી સાફ કરો.
તમારી સ્કિન પ્રમાણે સારો ફેસવોશ પસંદ કરો અને દરરોજ તેનાથી મોઢું ધોવો. આ સિવાય ગુલાબ જળથી પણ ચહેરાને સાફ કરી શકો છો.
ઘણીવાર સ્કિન પર દાણા-દાણા થઈ જાય છે. સ્ક્રબિંગ કરવાથી સ્કિન સારી રીતે એક્સફોલિએટ થઈ જાય છે.
સ્કિન પોર્સને ઘટાડવા માટે ટોનિંગ સારો ઓપ્શન છે. રુમાં ટોનર લઈને ચહેરાને સાફ કરી શકાય છે.
ટોનિંગ બાદ તમારી સ્કિન પ્રમાણે મોઈશ્ચરાઈઝર લગાવો. તમે ક્રીમને બદલે નાળિયેર તેલ પણ લગાવી શકો છો.
દીકરીના લગ્ન કે અભ્યાસ માટે PF એકાઉન્ટમાંથી કાઢવા છે પૈસા? આ છે પ્રોસેસ
Related Stories
છોકરાઓની આ આદતો પર ફટાફટ ફિદા થઈ જાય છે છોકરીઓ
લગ્નજીવનને ખુશખુશાલ બનાવશે 4 ટિપ્સ
ડિનર-બ્રેકફાસ્ટ વચ્ચે આટલો ગેપ જરૂરી, 30 દિવસમાં જુઓ વજનમાં ફેરફાર!
વાળમાં લીંબુનો રસ લગાવવાથી શું થાય છે?