બ્યુટી સિક્રેટઃ ગ્લોઈંગ સ્કિન માટે આ વસ્તુ લગાવે છે સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા હાલ ખૂબ જ ચર્ચામાં છે, મીડિયા રિપોર્ટસ અનુસાર ટૂંક જ સમયમાં તે ઝહીર ઈકબાલ સાથે લગ્નના બંધનમા બંધાવા જઈ રહી છે.

આ વચ્ચે ફેન્સની નજર તેના વેડિંગ લુક્સ પર છે. પણ શું તમે જાણો છો કે સોનાક્ષી તેની સ્કિનના ગ્લોને મેન્ટેઈન કરવા શું કરે છે??

સ્કિન કેયર માટે સોનાક્ષી મોટા ભાગે ઘરેલું ઉપાયો અજમાવે છે, જે તને ખૂબ જ સૂટ કરે છે. આજે અમે સોનાક્ષીની હોમમેડ રેસિપી શેયર કરવા જઈ રહ્યા છીએ, જેને તમે પણ ટ્રાય કરી શકો છે.

સોનાક્ષીનો સ્ક્રબ બાદામ,ઓટમીલ અને દૂધથી બને છે. તેઓ ક્યારેક-ક્યારેક આમા દૂધ અને મધ પણ નાખે છે.

સૌથી પહેલા આખી રાત પાણીમાં પલાળેલી બદામોને પીસી પેસ્ટ બનાવી લો. જે બાદ તેમાં ઓટમીલ પાઉડર અને દૂધ મિક્સ કરો.

તૈયાર છે હોમમેડ સ્ક્રબ, હવે તેને ચેહરા પર લગાવી મસાજ કરો અને થોડા સમય બાદ પાણીથી સાફ કરી લો.

આ સ્ક્રબ સ્કિનને હાઈડ્રેટ, મોઈશ્ચરાઈઝ અને એક્સફોલિએટ કરે છે, સાથે જ બેદાગ નિખાર આપે છે.

સોનાક્ષીનું માનવું છે કે બધાના સ્કિન ટાઈપ અલગ હોય, એ માટે ચેહરા પર લગાવા પહેલા પેચ ટેસ્ટ કરી લો કે પછી એક્સપર્ટની સલાહ લો.